ખેડૂતો આનંદો : કપાસના ભાવમાં ઉછાળો,800 થી 1700 રૂપિયા બોલાયા

kapas
kapas

નવરાત્રિનો તહેવાર ચાલુ થયો છે ત્યારે આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ખેડૂતોને પૈસાની જરૂરિયાતને કારણે કપાસનું વેચાણ કરવા લાગ્યા છે.ત્યારે દિવાળી સુધીમાં યાર્ડમાં કપાસની આવકમાં વધારો થવાની સારી તક છે.

અમરેલીના બાબરા માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક ધીમે ધીમે વધી રહી છે. ત્યારે આજે યાર્ડ 20,000 મણ કપાસથી છલકાઈ ગયું હતું. ત્યાર યાર્ડની બહાર કપાસથી ભરેલા વાહનોની કતાર જોવા મળી હતી. સાથે ખેડૂતોને અહીં કપાસના સારા ભાવ મળી રહ્યા છે. અમરેલી ઉપરાંત આસપાસના જિલ્લાઓમાંથી પણ ખેડૂતો કપાસ વેચવા માટે અહીં આવી રહ્યા છે.

ત્યારે બાબરા માર્કેટીંગ યાર્ડમાં નવા કપાસની આવકથી છલકાઈ ગયા છે. બાબરા માર્કેટીંગ યાર્ડમાં આજે 20,000 મણ કપાસ આવ્યો છે ત્યારે બમ્પર આવકને કારણે યાર્ડ પર કપાસથી ભરેલા વાહનોની લાઇનો જોવા મળી હતી. 800 થી 1700 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવ મળતા ખેડૂતો ખુશ હતા.

Read More