ગુજરાતમાં ચોમાસુ 15 જૂનથી શરૂ થશે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં 15 થી 22 જૂન દરમિયાન ચોમાસાના વરસાદની આગાહી કરી છે.ત્યારે ગુજરાતમાં પ્રિ-મોનસુન એક્ટિવિટી ચાલી રહી છે અને થંડર સ્ટોર્મના કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો છે.
ખેડૂતો મારે સારા સમાચા કે દેશમાં ચોમાસું સત્તાવાર રીતે પહોંચ્યું છે. હવામાન વિભાગ એ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે કેરળમાં ચોમાસું આવી ગયું છે. હવે ચોમાસું ધીમે ધીમે દેશના અન્ય ભાગોમાં સક્રિય થશે. જોકે હવામાન વિભાગે કેરળમાં 31 મેના રોજ ચોમાસાની આગાહી કરી હતી. ચોમાસું 5 દિવસ સુધી ચાલવાની ધારણા હતી પરંતુ હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસું 3 જૂન એટલે કે આજે સત્તાવાર રીતે કેરળ પહોંચ્યું છે.
હવામાન વિભાગના ડિરેક્ટરના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી તાપમાન રહેશે. તેમજ થંડર સ્ટોર્મ પ્રવૃત્તિને કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અન્ય વિસ્તારોમાં ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે.
Read More
- કેવું રહેશે આ વર્ષે ચોમાસું? હવામાન વિભાગે જાહેર કરી આગાહી, જાણો ભારતીય અર્થવ્યવસ્થા પર શું થશે અસર
- હનુમાનજીના આશીર્વાદથી આ રાશિના લોકોના ભાગ્યમાં આવશે તેજી..થશે ધનનો વરસાદ
- સોનાના ભાવમાં સતત ઘટાડો, સોનામાં 1700 રૂપિયાનો મસમોટો કડાકો, ચાંદી પણ 7000 રૂપિયા જેટલી તૂટી
- તુલા રાશિમાં મંગળ-કેતુનું ગોચર દેશ અને દુનિયા સહિત આ રાશિઓ પર પડી શકે છે ગંભીર અસર
- સોનાના ભાવમાં લાલચોળ તેજી…જાણો આજનો 22 અને 24 કેરેટ સોનાનો ભાવ