ખેડૂતો આનંદો : રાજકોટ યાર્ડમાં કપાસનો મણનો ભાવ 1700 રૂપિયાથી વધુ બોલાયો,10 લાખ કિલો કપાસની આવક

kapass
kapass

ભારે વરસાદને કારણે જે પાકને નુકસાન થયું છે અને કેટલીક જગ્યાએ ભેજ પણ છે. ત્યારે પાકને વધુ નુકસાન ન થાય તે માટે ખેડૂતો પોતાનું ઉત્પાદન વેચી રહ્યા છે.ત્યારે સોમવારે યાર્ડને 10 લાખ કિલો કપાસ મળ્યો હતો.ત્યારે 950 થી 1722 રૂપિયા સુધીની કપાસનો ભાવ બોલાયો હતો ત્યારે મગફળીના ભાવ રૂ. 770 થી રૂ. 1136 સુધી હતા. આવક વધતા સામે બજારમાં માંગ હોવાથી કપાસનો ઝડપી નિકાલ કરવામાં આવી રહ્યો છે.

સામાન્ય રીતે દર વર્ષે માર્કેટયાર્ડને દિવાળી પછી નવી આવક મળે છે,ત્યારે આ વખતે યાર્ડમાં આવક એક મહિના વહેલા શરૂ થઈ છે.ત્યારે મગફળી અને કપાસની આવક શરૂઆતમાં 8 લાખ કિલો અને 17 લાખ કિલો થઇ રહી છે.ત્યારે ગયા અઠવાડિયે જ યાર્ડમાં 8 લાખ કિલો કપાસની આવક થઈ હતી. અઠવાડિયે આવેલી મગફળીનો સંપૂર્ણ નિકાલ થયો નથી. ત્યરે મોંઘી મગફળીનો નિકાલ ન થાય ત્યાં સુધી નવી આવક સ્વીકારવામાં આવશે નહીં.

Read More