હોળી પછી તરત જ ખેડુતોને મળશે ભેટ ! પીએમ-કિસાનની 8માં હપ્તાની રકમ બેંક ખાતામાં આવશે,

farmers double the income 730x419
farmers double the income 730x419

પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા વાર્ષિક 6 હજાર રૂપિયા દેશના ખેડુતોના ખાતામાં જમા કરવામાં આવે છે. 6 હજાર રૂપિયાની આ રકમ સરકાર દ્વારા ત્રણ હપ્તામાં સીધી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. ત્યારે આ યોજના હેઠળ રજિસ્ટર્ડ ખેડૂતોને આઠમા હપ્તાની રકમ હોળી પછી તેમના ખાતામાં આવશે. જો તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માટે નોંધણી કરાવી લીધી છે અને આ યોજનાના લાભાર્થીઓની સૂચિમાં તમારું નામ છે કે કેમ તે જાણવા માંગતા હો, તો તમે તેને સરળતાથી જાણી શકો છો.

દેશમાં અલગ રાજ્યમાંથી 12 માર્ચ 2021 સુધી કુલ 11.71 કરોડ ખેડૂતોને પીએમ કિસાન યોજનામાં સમાવવામાં આવ્યા છે. ત્યારે મોદી સરકાર ખેડૂતોને હોળીની આજુબાજુમાં ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકે છે.ત્યારે કેન્દ્ર સરકાર એવા ખેડૂતોના નામ હટાવવાની તૈયારી કરી રહી છે જે લાભ લેવા પાત્રતા ધરાવતા નથી. આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા સંપૂર્ણ ભંડોળ પૂરું પાડવામાં આવે છે.ત્યારે જો પીએમ કિસાન સન્માન નિધિનો હપતો હજી તમારા ખાતામાં આવ્યો નથી, તો પછી તમે ઘરે બેસીને આ યાદી જોઈને તમારી માહિતી લઈ શકો છો. આ માટે, સૌ પ્રથમ, વડા સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in/ જવું પડશે.

કેન્દ્ર સરકારે ખેડુતોની આવક વધારવા માટે અનેક પગલા લીધા છે. ત્યારે આ ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે વડા પ્રધાન કિસાન સન્માન નિધિ યોજના ની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત દર વર્ષે 3 હપ્તામાં 6,000 રૂપિયાની આર્થિક સહાય ખેડૂતોને કરવામાં આવે છે.ત્યારે તેમાં રૂ .2000 ના ત્રણ હપ્તા સીધા જ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. ત્યારે આ વખતે કેન્દ્ર સરકાર હોળીના તહેવાર પહેલા 8 મા હપ્તાની રકમ 2 હજાર રૂપિયા ખેડુતોના ખાતામાં મોકલશે.

પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ આ યોજના દેશભરના તમામ ખેડુતોને લાભ મળતો નથી. ત્યારે આ યોજના હેઠળ પીએમ-કિસાનનો હપ્તો ફક્ત તે જ ખેડુતોને મોકલવામાં આવે છે જેમની પાસે 2 હેક્ટર અથવા 5 એકર ખેતીલાયક જમીન ધરાવે છે. હવે સરકારે હોલ્ડિંગની મર્યાદા નાબૂદ કરી દીધી છે. જો કે, જો કોઈ આવકવેરા રીટર્ન ફાઇલ કરે છે, તો તે પીએમ કિસાન સન્માન નિધિનો લાભ નહિ મળે. વકીલો, ડોકટરો, સીએ પણ આ યોજનામાંથી બહાર કરવામાં આવ્યા છે.

Read More