ખેડૂતોને હવે 6,000 રૂપિયાની સાથે દર મહિને 3,000 રૂપિયા મળશે,જાણો આ યોજનાનો લાભ કેવી રીતે મળશે.

farmer pm 1024x683 1
farmer pm 1024x683 1

સરકાર પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થીઓને વધુ એક મોટો લાભ આપી રહી છે. પીએમ કિસાન યોજના હેઠળ વાર્ષિક 6,000 રૂપિયા સાથે, હવે દર મહિને 3,000 રૂપિયા મળશે. આમાં તમારે અલગથી કોઈ ખાસ દસ્તાવેજ પણ આપવા પડશે નહીં. ચાલો જાણીએ તેની સંપૂર્ણ પ્રક્રિયા.

જો તમે પણ આ સ્કીમનો લાભ લેવા ઈચ્છો છો તો તેના નિયમો અને શરતો અવશ્ય જાણી લો. વાસ્તવમાં, પીએમ કિસાન મંધન યોજના હેઠળ ખેડૂતોને દર મહિને પેન્શન આપવામાં આવે છે. આ અંતર્ગત ખેડૂતોને 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 3000 રૂપિયા એટલે કે વાર્ષિક 36000 રૂપિયા પેન્શન તરીકે આપવામાં આવે છે.

આ માટે કેટલાક દસ્તાવેજો જેવા કે- આધાર કાર્ડ, બેંક ખાતાની વિગતો વગેરેની જરૂર પડશે.જો તમે પીએમ કિસાનનો લાભ લઈ રહ્યા છો, તો તમારે આ માટે કોઈ વધારાના દસ્તાવેજ જમા કરાવવાની જરૂર નથી.18 વર્ષથી 40 વર્ષ સુધીના ખેડૂતો આમાં રોકાણ કરી શકે છે.આમાં, રોકાણની રકમ વય અનુસાર નક્કી કરવામાં આવી છે.

યોજનાનો લાભ કોને મળશે?

  • આ માટે ખેતીલાયક જમીન વધુમાં વધુ 2 હેક્ટર સુધીની હોવી જોઈએ.
  • આમાં, ઓછામાં ઓછા 20 વર્ષ અને મહત્તમ 40 વર્ષ સુધીના ખેડૂતોએ ખેડૂતની ઉંમરના આધારે માસિક 55 થી 200 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
  • 18 વર્ષની ઉંમરે જોડાનાર ખેડૂતોએ 55 રૂપિયાનું માસિક યોગદાન ચૂકવવું પડશે.
  • જો ખેડૂતની ઉંમર 30 વર્ષ છે, તો તેણે 110 રૂપિયા જમા કરાવવા પડશે.
  • જો તમે 40 વર્ષની ઉંમરે જોડાઓ છો, તો તમારે દર મહિને 200 રૂપિયા જમા કરાવવા પડશે.

Read More