કાલાવડ નજીક કાર અકસ્માતમાં બે માસૂમોની નજર સામે પિતાનું મોત, ભાઈએ બહેનને હું તો છું ને’ કહેતા હોસ્પિટલમાં ગમગી

kalavads
kalavads

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ભાવભી ખીજડીયા ગામ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બે માસુમ બાળકોની સામે પિતાનું મોત થયું . જ્યારે માતાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હોસ્પિટલમાં દુ: ખદ દ્રશ્યો સર્જાયા હતા જ્યારે પિતાના મોતની સાક્ષી બનેલી બે નિર્દોષ બાળકોમાંની એક મોટોભાઇ તેની બહેનને હૈયા ધારણા આપી રહ્યો હતો. જ્યારે ભાઈએ તેની બહેનને કહ્યું, ‘હું તો છું ને’,

અકસ્માતની વિગત મુજબ કાલાવડ તાલુકાના ભાવભી ખીઝરિયા ગામ પાસે આજે બે કાર ટકરાઈ હતી. જામનગરથી જૂનાગ તરફ જતા કાર ચાલક વિજય જૈન પરિવાર સાથે જય રહ્યા હતા તે દરમ્યાન અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત થયું હતું. તેમના પત્નીને માથાના ભાગે ઇજાઓ થતાં તાત્કાલિક જામનગર હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટનામાં એક આધેડ વ્યક્તિ અને તેના બે ભાણેજ પણ ઘાયલ થયા છે. જૂનાગમાં ભણતા વિદ્યાર્થીઓને હોળીના તહેવારની રજા હોવાથી તેની મામા તેડી કાલાવડ આવતા હતા

બીજી બાજુ પિતાનું નજર સામે મૃત્યુ અને માતાની ગંભીર હાલત જોઈને બંને માસૂમ બાળકોને આઘાત લાગ્યો. આઠ- દસ વર્ષના મોટા ભાઈએ જામનગરની એક હોસ્પિટલમાં તેની નાની બહેન સાથે હાથ રાખી અને જોરદાર હૃદયના પલવારમાં પિતાની છત્રછાયા ગુમાવતા બે નિર્દોષો સંસારત્વ સમજી શક્યા ન હોવા છતાં અવાચક થઈ ગયા હતા.

Read More