રાજ્યમાં હજુ પાંચ દિવસ મધ્યમ વરસાદની આગાહી,સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પવન સાથે…

ambalalpatel
ambalalpatel

રાજ્યમાં કેટલાક સ્થળોએ સારો વરસાદ થયો છે. ત્યારે હાલમાં વરસાદમાં 14% ઘટ છે.આ દરમિયાન હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ત્યારે આગામી 27 અને 28 સપ્ટેમ્બરે સામાન્ય વરસાદ પડી શકે છે.ત્યારે રાજસ્થાનમાં સર્જાયેલા સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં હાલ વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે ત્યારે આગામી પાંચ દિવસ વરસાદ પડે તેવી શક્યતા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 81.34 ટકા વરસાદ થયો છે . હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં મધ્યમ વરસાદ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પવન સાથે છૂટોછવાયો વરસાદ પડશે.

સૌરાષ્ટ્રમાં આ સિઝનમાં સરેરાશ 91.70 ટકા વરસાદ થયો છે. ત્યારે અહીં કુલ 642.48 મી.મી. વરસાદ પડી ગયો છે. જો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો અહીં સરેરાશ વરસાદ 81.34 ટકા છે. અહીં સિઝનની કુલ સંખ્યા 1189.04 મીમી છે. વરસાદ પડી રહ્યો છે. આમ, રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 81.34 ટકા વરસાદ થયો છે.

Read More