રાજકોટ અગ્નિકાંડ : મૃતકની બહેન ધ્રુસકે ધ્રુસકે રડી પડી અને બોલી 4 લાખની સહાય શું 400 કરોડ રૂપિયા આપે તો શું કામના પણ ભાઈની ખોટ કેમ પુરાય

rajkot 2
rajkot 2

રાજકોટના માલવીયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ ભભૂકી ઉઠી હતી. અત્યાર સુધીમાં પાંચ જેટલા દર્દીઓ મૃત્યુ પામ્યા છે. ડીસીપી મનોજસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં કુલ 33 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા અને તેમાંથી 33 દર્દીઓમાંથી 11 દર્દીઓ આઈસીયુમાં સારવાર લઈ રહ્યા હતા.

Loading...

આગની જાણ થતાં જ દર્દીના પરિવારજનો હોસ્પિટલમાં દોડી ગયા હતા, જેમાં સંજયભાઇ રાઠોડની બહેન સંધ્યાબેન ધ્રુસકે ધ્રુસકે રડી ને કહ્યું હતું કે રૂ .4 લાખની સહાય શું કે 400 કરોડ રૂપિયા આપે, તો પણ કેમ ભાઈની ખોટ પુરાય.

આગ આઈસીયુમાં શોર્ટ સર્કિટને કારણે લાગી હતી. આગને કારણે આઈસીયુમાં સારવાર લઈ રહેલા 11 માંથી 5 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. હોસ્પિટલના બીજા માળે સારવાર લઈ રહેલા બાવીસ દર્દીઓ તેમજ આઈસીયુમાંથી બચાવવામાં આવેલા અન્ય છ દર્દીઓને વધુ સારવાર માટે કુવાડવા રોડ પરની ગોકુલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Read More