શહિદની અંતિમયાત્રા : મેમદપુરમાં શહીદ જવાનની અંતિમયાત્રા નીકળી, સમગ્ર ગામલોકોએ શહીદને શ્રદ્ધાંજલિ આપી

sahids
sahids

વડગામના મેમદપુરના શહીદ જવાનના દેહને વતન લાવમાં આવ્યા હતા. જમ્મુ કાશ્મીર ખાતે મા ભોમની રક્ષા કરતા મેમદપુરના જશવંતસિંહ જવાનજી રાઠોડ શહીદ થયા હતા. યુવાનની શહાદત બાદ તેના મૃતદેહને ઘરે લાવવામાં આવ્યો હતો, જ્યાં આખા ગામ સહિતના આગેવાનોએ તેમના શ્રદ્ધાંજલિ આપી હતી.

જ્યારે શહીદના પાર્થિવ દેહને વતનમાં લાવ્યા ત્યારે મેમદપુરમાં શોક છવાઈ ગયો હતો. શહીદ જવાનની અંતિમયાત્રા તેમના વતન મેમદપુર ખાતે રાખવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

ગામના વડીલે જણાવ્યું કે ગામના તમામ લોકો આજે શોક વ્યક્ત કરી રહ્યા છે. જવાનના પાર્થિવદેહને અંતિમ સંસ્કાર કરવામાં આવવાનો છે. આખુ ગામ આજે શોકમાં છે. આજે આખું ગામ વીર શહીદને શ્રધ્ધાંજલી આપવા માટે બંધ થયેલ છે. જે પરિવારમાંથી જસવંતસિંહ શહીદ થયા છે. તેના પિતા પણ સૈન્યમાં હતા અને તેના બે ભાઈઓ પણ સૈન્યમાં છે, તેથી પરિવારને ત્રણ પુત્રો અને એક પિતા આ રીતે ચારેય દેશો માટે સમર્પિત હતા.

Read More