ગાંધીજીની દાંડીયાત્રા અંગ્રેજોએ પણ નહોતી અટકાવી પણ કૉંગ્રેસની યાત્રા ભાજપ સરકારે રોકી’

modis
modis

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ભારતીય આઝાદીના 75 માં વર્ષ આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે એક કાર્યક્રમ 12 માર્ચે અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે યોજાશે. ત્યારે શુક્રવારે પીએમ મોદીના અમદાવાદ કાર્યક્રમ પૂર્વે રાજ્યનું રાજકારણ ગરમાયું છે. અને ભાજપ સરકારે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રાને મંજૂરી આપી નથી. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ ચાવડાએ ટ્વિટર પર ટ્વિટ કરીને આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસના નેતાઓને પોલીસે નજર કેદકર્યા છે.

Loading...

અહેવાલો પ્રમાણે મોડી રાત્રે ગુજરાત પોલીસનો મોટો કાફલો ગાંધીનગર ખાતેના ધારાસભ્ય ક્વાર્ટર્સ પહોંચ્યો હતો. પોલીસે કોંગ્રેસ સેવાદલના પ્રમુખ અને ચોટીલાના ધારાસભ્ય રિતિક મકવાણાની અટકાયત કરી હતી. દરમિયાન, ટ્વિટર પર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પણ પોલીસ દ્વારા ટ્રેકટર લેવામાં આવતા હોવાનો એક વીડિયો શેર કર્યો હતો.

Read More