અહીં મળી રહ્યું છે એક લિટર પેટ્રોલ માત્ર 1 રૂપિયા 46 પૈસામાં, જાણો શું કારણ છે?

petrol 2
petrol 2

કોરોના કાળમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોએ સામાન્ય લોકોને પરેશાની વધારી દીધી છે.ત્યારે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે. હાલમાં દેશના ઘણા ભાગોમાં એક લિટર પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર કરી ગઈ છે.

પેટ્રોલના ભાવની વાત કરીએ તો તે વેનેઝુએલામાં દુનિયાનું સૌથી સસ્તું પેટ્રોલ વેચાઈ રહ્યું છે. ત્યાં એક લિટર પેટ્રોલની કિંમત 1.46 રૂપિયા છે.અને ઈરાન બીજા નંબરે આવે છે જ્યાં તેની કિંમત 24 રૂપિયા છે, અંગોલામાં પેટ્રોલ 17.88 રૂપિયા છે. આ ત્રણ દેશો એવા છે જ્યાં પેટ્રોલનો ભાવ પાણી કરતા સસ્તું વેચાઈ છે. જો તમે બજારમાં એક લિટર પાણીની બોટલ ખરીદો તો તે 20 રૂપિયામાં મળે છે.

વિશ્વના ઘણા દેશોમાં પેટ્રોલના ભાવ અલગ અલગ છે. ત્યારે આવી સ્થિતિમાં, તમારા મનમાં આ સવાલ ઉભો થયો હશે કે તમને વિશ્વનું સૌથી સસ્તું પેટ્રોલ અને ડીઝલ ક્યાં મળશે? એવું કયો દેશ છે કે જ્યાં તેની કિંમત ભારત કરતા વધારે હોય અને તેના પાડોશી દેશોમાં તેના ભાવો શું હોય? તો ચાલો જાણીએ વિશ્વના મોટા દેશોમાં પેટ્રોલના કયા ભાવ છે-

વેનેઝુએલા એ દેશ છે કે જ્યાં વિશ્વમાં સૌથી સસ્તી પેટ્રોલ મળે છે.ત્યારે તમને જણાવી દઈએ કે વેનેઝુએલામાં પેટ્રોલ એટલું સસ્તું છે, જે આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે, કારણ કે વેનેઝુએલામાં પૃથ્વી પર સૌથી વધુ તેલનો ભંડાર છે. દેશની આર્થિક સ્થિતિ બગડ્યા પછી પણ અહીંની સરકાર બળતણ પર સબસિડી આપે છે.

Read More