જીએમડીસી કન્વેશન સેન્ટરમાં શરૂ કરાયેલ ધનવંતરી કોવિડ હોસ્પિટલ સવારથી માત્ર 108 એમ્બ્યુલન્સ દ્વારા દર્દીઓને દાખલ કરી રહી હતી.ત્યારૅ દર્દીના પરિવારજનો રોષે ભરાયા હતા કે ખાનગી વાહનોમાં આવતા દર્દીઓને પ્રવેશ આપવામાં આવતો નથી.હોસ્પિટલની બહાર લોકો યોગ્ય સારવાર વિના ટળવળતા જોવા મળ્યા હતા. પરંતુ સરકારની નિર્દય નીતિઓ અને અનિયમિત નિર્ણયોના કારણે લોકો મરી રહ્યા છે.
અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં શરૂ કરાયેલ ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવામાં સરકારે તઘલગી વલણ અપનાવ્યું છે. 108માં આવતા દાખલ કરવાનો તઘલખી નિર્ણય લેતા અનેક ગંભીર દર્દીઓ રઝળતા થઈ ગયા હતા સરકારની આવી નીતિ સામે લોકો ભારે રોષ ઠાલવી રહ્યા છે
950 બેડની કોવિડ હોસ્પિટલમાં દાખલ થવા માટે દર્દીની ગંભીર સ્થિતિ નથી, પરંતુ સરકારે 108 માં આવેલા લોકોને જ પ્રવેશ આપવા માટે કડક નિયમ રજૂ કર્યો છે, પરંતુ કોરોનામાં ઘણા દર્દીઓ 108 4 થી 8 કલાકે મળતી નથી., જો કોઈ દર્દીની તબિયત વધુ બગડે અને 108 ને ઇમરજન્સી તરીકે બોલાવે, તો કોઈ કોલ ઉપાડતું નથી અને જો તે કરે તો પણ, ત્યાં 4 કલાકની પ્રતીક્ષાની અવધિ છે. પરિણામે, જો ગંભીર દર્દીને તેના પરિવાર દ્વારા ખાનગી વાહનમાં સારવાર માટે લઈ જવામાં આવે છે, તો ધન્વંતરી કોવિડ દર્દીની હાલત જોયા વિના 108 માં હોસ્પિટલમાં લાવવામાં આવી ન હોવાથી દર્દીને રઝળપાટ છોડી દે છે.
સામાન્ય રીતે 108 ની સેવા કટોકટીના દર્દીઓ માટે હોય છે, પરંતુ કોરોનામાં દર્દીઓની વધતી સંખ્યાને કારણે 108 ની ઇમરજન્સી સેવા 4 થી 8 કલાક પછી ઉપલબ્ધ થાય છે. ત્યારે અમદાવાદમાં પણ 108 ની સેવા બગડતી રહી છે, ત્યારે ગુજરાત યુનિવર્સિટીની કોવિડ હોસ્પિટલ માટે સરકારના 108 ના નિયમ સરકાર ઠોકી બેસાડતા હોવાથી ઘણા દર્દીઓ અને સગાઓ આસપાસ ભટક્યા રહ્યા છે.
Read More
- 24 કલાકમાં બદલાશે આ ત્રણ રાશિઓનું ભાગ્ય, શુક્રની કૃપાથી થશે મોટો આર્થિક લાભ
- 5-સીટર CNG છોડો, આ છે સૌથી સસ્તી 7-સીટર CNG કાર, માઇલેજ પણ છે ધમાકેદાર
- 1 જૂનથી બેંકો, ITR સહિત ઘણા નિયમો બદલાશે, કરોડો ગ્રાહકોને થશે અસર
- આ ત્રણ રાશિઓનું ભાગ્ય માં ખોડિયારની કૃપાથી ચમકશે, આ ત્રણ રાશિઓ બનશે ધનવાન…
- રોહિણી નક્ષત્રને કારણે વાતાવરણમાં પલટો..ચોમાસા પહેલા ગુજરાત પર મોટું સંકટ આવશે, દરિયા હચમચી જશે