સોનું 10 હજાર રૂપિયા થયું સસ્તું, જાણો 14થી 24 કેરેટ Gold નો ભાવ

gold price

ઓક્ટોબરમાં MCX પર સોનાનો વાયદો ઘટાડા સાથે શરૂ થયો હતો.ત્યારે નબળા વૈશ્વિક સંકેતોને કારણે સોમવારે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. સાથે મજબૂત અમેરિકી ડોલર વચ્ચે, આ મહિને MCX પર સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.ત્યારે સોમવારે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર ઓક્ટોબર વાયદો સોનું 0.13 ટકા ઘટ્યું હતું. ડિસેમ્બર વાયદા ચાંદીના ભાવમાં પણ 1 ટકાનો ઘટાડો થયો છે. તમને જણાવી દઈએ કે છેલ્લા ટ્રેડિંગ સત્રમાં સોનાની કિંમત 0.16 ટકા ઘટી હતી, જ્યારે ચાંદી 1.76 ટકા ઘટી હતી.

ત્યારે એમસીએક્સ પર ડિસેમ્બર વાયદો ચાંદી પણ 565 રૂપિયા અથવા 1 ટકા ઘટીને 59,427 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો ભાવ 0.3 ટકા ઘટીને 22.33 ડોલર પ્રતિ થયો હતો.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર, સવારે 11:03 વાગ્યે, ઓક્ટોબર, 2021 માં ડિલિવરી માટે સોનાનો દર રૂ. 69, અથવા 0.15 ટકા ઘટીને 45,917 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેન્ડ કરી રહ્યો છે ત્યારે અગાઉના સત્રમાં, ઓક્ટોબર, 2021 માં ડિલિવરી માટે સોનાનો દર 45,986 પ્રતિ 10 ગ્રામ હતો. તેવી જ રીતે, ડિસેમ્બર કોન્ટ્રાક્ટ સાથે સોનાની કિંમત 101 રૂપિયા અથવા 0.22 ટકા ઘટીને રૂ. 46,052 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ હતી. અગાઉના સત્રમાં ડિસેમ્બર કોન્ટ્રાક્ટ સાથે સોનાનો દર 10 ગ્રામ દીઠ રૂ. 46,153 હતો.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર, ડિસેમ્બર, 2021 માં ડિલિવરી માટે ચાંદીનો ભાવ રૂપિયા 308 અથવા 0.51 ટકાના નુકસાન સાથે 59,684 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો. અગાઉના સત્રમાં, ડિસેમ્બરમાં ચાંદી રૂ. 59,992 પ્રતિ કિલો હતી. એ જ રીતે, માર્ચ 2022 માં ડિલિવરી માટે ચાંદીનો ભાવ રૂ .263 અથવા 0.43 ટકા ઘટીને રૂ .60,550 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેન્ડ કરી રહ્યો હતો. અગાઉના સત્રમાં માર્ચ 2021 માં ડિલિવરી માટે ચાંદીની કિંમત 60,813 રૂપિયા પ્રતિ કિલો હતી.

Read More