સોનું 10 હજારથી વધુ સસ્તું થયું! જાણો આજનો 10 ગ્રામ સોનાનો ભાવ

gold
gold

જો તમે સોનામાં રોકાણ કે સોનું કે ચાંદી ખરીદવા માંગો છો તો તમારા માટે સારા સમાચાર છે.ત્યારે સોના-ચાંદીના ભાવ સતત ઘટી રહ્યા છે. આજે MCX પર, સોમવારે સોનું 1.3 ટકા ઘટીને 4 મહિનાની નીચી સપાટી પહોંચ્યું છે. આજે સોનું 600 રૂપિયા ઘટીને 46,029 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર રહ્યું છે.ત્યારે ચાંદી 1.6 ટકા એટલે કે 1400 રૂપિયા ઘટીને 63,983 રૂપિયા પ્રતિ કિલો છે.

કોરોના રોગચાળાને કારણે લોકોએ સોનામાં ખુબ મોટું રોકાણ કર્યું છે ત્યારે ઓગસ્ટ 2020 માં, MCX પર 10 ગ્રામ સોનાની કિંમત 56191 રૂપિયાની મહત્તમ સપાટીએ પહોંચી હતી. હવે સોનું ઓક્ટોબર વાયદો MCX પર 46,029 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર છે, એટલે કે તે હજુ પણ લગભગ 10,162 રૂપિયા સસ્તું થઈ રહ્યું છે.

Read More