સોનું 2000 રૂપિયા સસ્તું થયું, જાણો આજનો 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો છે?

gold price

આ સમયે સોના-ચાંદી ના ભાવ છેલ્લા 2 સપ્તાહના ઘટાડા બાદ સોનાની કિંમત સીધી 2000 રૂપિયા ઘટી છે.ત્યારે આજે સોનાની કિંમતમાં થોડો વધારો થયો છે. સાથે MCX પર આજે સોનું વાયદો 0.24 ટકા વધીને રૂ. 46,476 પ્રતિ 10 ગ્રામ રહ્યું છે. સાથે જ ચાંદીના દરમાં પણ 0.30 ટકાનો વધારો થયો છે.

2 અઠવાડિયા પહેલા તે 48,390 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ભાવ હતો ત્યારે બે સપ્તાહ પહેલાની વાત કરીએ તો સોનાનો ભાવ 48,390 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો ભાવ 67,976 રૂપિયા પ્રતિ કિલો રહ્યો હતો. ચાંદીના ભાવમાં 6000 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે.

ત્યારે આજે સોના અને ચાંદીના ભાવ MCX પર ઓક્ટોબરમાં ડિલિવરી માટે સોનું 0.24 ટકા વધીને 46,476 પ્રતિ 10 ગ્રામ રહ્યું છે.ત્યારે ચાંદીના ભાવ પણ 0.30 ટકા વધીને 62,044 પર ટ્રેડ કરી રહ્યા છે.

ત્યારે રેકોર્ડ લેવલ 9724 રૂપિયા સસ્તું થયું છે.એમસીએક્સ પર ઓગસ્ટ 2020 માં, 10 ગ્રામ સોનાની કિંમત લગભગ 56,200 રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ હતી. ત્યારે રેકોર્ડ સ્તરથી સોનું 9,724 રૂપિયા સસ્તું થયું છે.

Read More