સોનુ 8750 રૂપિયા સસ્તું થયું,જાણો આજનો 10 ગ્રામ સોનાનો ભાવ

gold price

સોનાનો રેકોર્ડ સ્તરથી રૂ .8,750 સસ્તું થયું છે વર્ષ 2020 ની વાત કરીએ તો, એમસીએક્સ પર 10 ગ્રામ સોનાનો ભાવ પાછલા વર્ષના સમાન ગાળામાં સૌથી વધુ 56191 રૂપિયાની સપાટીએ પહોંચ્યો હતો. ત્યારે આજે સોનું ઓગસ્ટમાં એમસીએક્સ પર 10 ગ્રામ દીઠ રૂ. 47700 ના સ્તરે રહ્યું છે, એટલે કે તે હજી પણ લગભગ 8750 રૂપિયા સસ્તુ થઈ રહ્યું છે.

સોનાના ભાવમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે વૈશ્વિક દરમાં થયેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને આજે ભારતીય બજારોમાં સોના અને ચાંદીના ભાવ નીચે આવી ગયા છે. ત્યારે કોમોડિટી એક્સચેંજ પર, સોનાનો વાયદો 0.3% ઘટીને 47,776 પર હતો, જ્યારે ચાંદી 0.5% ઘટીને, 69,008 દીઠ કિલોગ્રામ રહી છે. ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું સ્થિર રહ્યું છે

ગુડ રીટર્ન વેબસાઇટ પ્રમાણે આજે 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ પર 47,970 અને 100 ગ્રામ પર 4,79,70 પર ચાલી રહ્યો છે. ત્યારે તમે 10 ગ્રામ દીઠ જોશો, તો 22 કેરેટ સોનું 46,970 પર રહ્યું છે. મોટા શહેરોમાં સોનાના ભાવ જોઈએ તો દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 46,800 છે અને 24 કેરેટ સોનાનો ભાવ 50,850 પર ચાલી રહ્યો છે. મુંબઈમાં 22 કેરેટનું સોનું 46,970 અને 24 કેરેટ સોનું 47,930 પર ચાલી રહ્યું છે.

Read More