સોનાના 48 હજારથી વધુ ભાવ થઈ શકે છે! જાણો આજના 10 ગ્રામ સોનાના ભાવ

golds
golds

હોળી પહેલા ભારતમાં સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે આજ શનિવારે 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામના રૂ .44,000 પર આવી ગયો છે. શનિવારે સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ 160 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ત્યારે આ ઘટાડા પછી, સોનાનો દર (22 કેરેટના 10 ગ્રામ) રૂ. 43,920 થી ઘટીને રૂ. 43,760 પર પહોંચી ગયો છે. 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 44,920 રૂપિયાથી ઘટીને 44,760 રૂપિયા પર આવી ગયો છે. અમને જણાવી દઈએ કે છેલ્લા 6 મહિનામાં સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ 10,000 રૂપિયા ઘટાડો થયો છે.

Read more