આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.ત્યારે સ્પોટ ગોલ્ડ 0.1 ટકા ઘટીને 1,791.16 ડોલર પ્રતિ ઓસ થયું છે ત્યારે અન્ય કિંમતી ધાતુઓમાં, ચાંદી 0.3 ટકા ઘટીને 23.65 ડોલર પ્રતિ ઓસ, પ્લેટિનમ 0.2 ટકા ઘટીને $ 958.73 પર આવી.
કિંમતી ધાતુ ગોલ્ડ-સિલ્વરની કિંમતો હજુ ઘટાડા સાથે કારોબાર કરી રહી છે. ત્યારે નબળા વૈશ્વિક સંકેતોની અસર ભારતીય બજાર પર પણ જોવા મળી રહી છે.ત્યારે MCX પર સોનાનો વાયદો 4 દિવસમાં ત્રીજી વખત ઘટાડો આવ્યો છે.ત્યારે આજે સોનું 0.1 ટકાના ઘટાડા સાથે રૂ. 46,860 પ્રતિ 10 ગ્રામના સ્તર પર કારોબાર કરી રહ્યું છે. સાથે ચાંદી 0.23 ટકા ઘટીને 63,155 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ છે. તમને જણાવી દઈએ કે સોનાના ભાવ હજુ પણ રેકોર્ડ ઉચી સપાટીથી રૂ .9500 ની નીચે કારોબાર કરી રહ્યા છે.
ગુડરીટર્નસ વેબસાઇટ પ્રમાણે દેશની રાજધાની નવી દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત 50,340 રૂપિયા છે. ત્યારે ચેન્નઈમાં 48380, મુંબઈમાં 47000 રૂપિયા અને કોલકાતામાં 49250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ છે.
વર્ષ 2021 ના પ્રથમ 8 મહિનામાં ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ગોલ્ડ ઇટીએફ) માં કુલ રૂ. 3,070 કરોડ સુધીનો પ્રવાહ હતો. જુલાઈ 2021 માં ગોલ્ડ ઇટીએફમાં ચોખ્ખી ઉપાડ હોવા છતાં, ઓગસ્ટ 2021 માં જાહેર ભાવનામાં સુધારો થયો. ઓગસ્ટ દરમિયાન, લોકોએ ગોલ્ડ ઇટીએફમાં 24 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.
Read More
- બજરંગ બલિની કૃપાથી આ ત્રણ રાશિઓનું ભાગ્ય ખુલશે, ઘર ધનથી ભરાઈ જશે…
- 24 કલાકમાં બદલાશે આ ત્રણ રાશિઓનું ભાગ્ય, શુક્રની કૃપાથી થશે મોટો આર્થિક લાભ
- 5-સીટર CNG છોડો, આ છે સૌથી સસ્તી 7-સીટર CNG કાર, માઇલેજ પણ છે ધમાકેદાર
- 1 જૂનથી બેંકો, ITR સહિત ઘણા નિયમો બદલાશે, કરોડો ગ્રાહકોને થશે અસર
- આ ત્રણ રાશિઓનું ભાગ્ય માં ખોડિયારની કૃપાથી ચમકશે, આ ત્રણ રાશિઓ બનશે ધનવાન…