સોનું 58000 રૂપિયાની સપાટી કુદાવશે, જાણો આજે તમારા શહેરમાં સોનાનો ભાવ શું છે?

gold price

સોનામાં સતત બે દિવસ સુધી ઘટાડો નોંધાયા બાદ આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.ત્યારે ગુડ રિટર્ન્સ વેબસાઇટ પ્રમાણે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 46,300 રૂપિયાથી ઉપર રહ્યો હતો.ત્યારે ગઈકાલે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર, સોનું 0.06 ટકાના ઘટાડા સાથે વેપાર કરી રહ્યું હતું, કારણ કે ડોલર સામે રૂપિયામાં મજબૂતાઈ જોવા મળી હતી.

પીટીઆઈના અહેવાલ પ્રમાણે વિશ્લેષકોએ જણાવ્યું હતું કે ભારતમાં સોનાના ભાવમાં ઘટાડો ઉચા સ્તરોથી વેચવાને કારણે જોવા મળ્યો હતો.

ત્યારે ભારતીય બજારમાં સોનાની કિંમત અત્યારે ઓછી છે કોમોડિટી નિષ્ણાતો માને છે કે આ વર્ષના અંત સુધીમાં સોનાનો ભાવ મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં રૂ. 56,191 ની તેની અગાઉની ઉચી સપાટીને પાર કરી શકે છે ત્યારે તેના અગાઉના ભાવ પ્રતિ 10 ગ્રામ 58,000 રૂપિયા સુધી પહોંચી શકે છે.

મિન્ટના એક અહેવાલ પ્રમાણે સોનાનીમાંગમાં વધારો અને નબળા અમેરિકી ડોલરને કારણે આગામી તહેવારોની સીઝન દરમિયાન ભારત આજીવન ઉચ્ચતમ સ્તર પર આવી શકે છે.આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનું $ 1,814.54 પ્રતિ ઓસ પર સ્થિર રહ્યું હતું.ત્યારે રોઇટર્સના અહેવાલ પ્રમાણે યુએસ ગોલ્ડ ફ્યુચર્સનું મૂલ્ય US $ 1,817.20 હતું.

Read More