ગોંડલ માર્કેટ યાર્ડ સતત બીજા દિવસે ડુંગળીથી ઉભરાયું, ખેડૂતોને 250થી 450 રૂપિયા ભાવ મળી રહ્યા છે

gondalapmvc min
gondalapmvc min

ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે 1 લાખ કટા ડુંગળીની આવક થઇ હતી . ડુંગળીના મણના ભાવ આજે 250 રૂપિયાથી 450 રૂપિયાની વચ્ચે રહ્યા હતા. તેમજ ડુંગળીથી ભરેલા વાહનો યાર્ડની બહાર લાંબી લાઇન લાગી હતી . આવતીકાલે આ ખેડુતોનો વારો આવે તેવી સંભાવના છે.

Loading...

ગઈકાલે ગોંડલ માર્કેટ યાર્ડની બહાર ચારથી પાંચ કિમી લાંબી મરચાથી ભરેલા વાહનોની લાંબી લાઇન હતી. આજે પણ બીજા દિવસે યાર્ડમાં 55 હજાર ભરી મરચાં આવ્યા હતા. આજે પણ યાર્ડની બહાર વાહનોની લાંબી લાઇન લાગી છે. પરંતુ યાર્ડના સત્તાધીશોએ જગ્યા ન રહેતા આવક બંધ કરી દીધી છે. આજે મરચાના મણના ભાવ રૂ .800 થી 3,300 બોલાયા છે.

સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે સતત બીજા દિવસે બમ્પર ડુંગળી અને મરચાંની આવક નોંધાઈ છે. આના કારણે યાર્ડના અધિકારીઓએ આવક બંધ કરી છે. યાર્ડની બહાર ડુંગળી અને મરચાથી ભરેલા વાહનોની લાંબી લાઇન છે. કડકડતી ઠંડીમાં ખેડુતો ડુંગળી અને મરચું વેચવા માટે ગત રાતથી યાર્ડમાં આવી રહ્યા છે. પરંતુ આવકમાં વધારો થતાં યાર્ડમાં ડુંગળી અને મરચા ઉતારવાની કોઈ જગ્યા નથી.

Read More