ગોંડલના ધારાસભ્યના પુત્રનું ઓક્સિજન માટે 5 લાખનું દાન, PPE કિટ પહેરી સિવિલમાં દાખલ દર્દીના ખબર અંતર પૂછ્યા

gondalmlas
gondalmlas

ગોંડલ શહેર અને ગ્રામીણ વિસ્તારમાં કોરોના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજાએ ગોંડલ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમજ પી.પી.ઇ કિટ્સ દ્વારા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓનું ખબર અંતર જાણ્યા હતા. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલના સ્ટાફ પાસેથી કોરોના દર્દીઓની સારી સારવાર કરવામાં આવી રહી છે તેની વિગતો મેળવી હતી. ઓક્સિજનની હાલની અછતને કારણે જ્યોતિરાદિત્યસિંહે ઓક્સિજનની બોટલ માટે હોસ્પિટલ સ્ટાફને 5 લાખ રૂપિયાની રકમ દાનમાં આપી હતી.

ગોંડલ સિવિલ હોસ્પિટલમાં 2 દિવસ પહેલા ઓક્સિજનની અછત થઇ હતી. તે પછી પણ જ્યોતિરાદિત્યસિંહને જાણ થતાં તેઓ તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દોડી ગયા હતા અને તાત્કાલિક ઓક્સિજનની બોટલની વ્યવસ્થા કરી હતી. હોસ્પિટલ સ્ટાફ તેમજ દર્દીઓના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. -54 પથારીવાળી ગોંડલ સિવિલમાં 60 થી 70 ઓક્સિજનની બોટલો છે તેમજ તે ફરીથી ભરવાની રાહમાં છે.

ત્યારબાદ જ્યોતિરાદિત્યસિંહે તુરંત જ ફોન પર નાયબ કલેક્ટરને સૂચના આપી હતી કે ગોંડલ સિવિલ માટે વધુ 40 ઓક્સિજન બોટલોની વ્યવસ્થા કરવામાં આવે. નાયબ કલેકટર દ્વારા ગોંડલ સિવિલને તાત્કાલિક ઓક્સિજનની પુરી પાડવામાં આવી હતી. તેમજ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને જ્યોતિરાદિત્યસિંહ જાડેજાએ ઓક્સિજન બોટલ માટે 5 લાખ રૂપિયા રોકડ આપવામાં આવી હતી

Read More