અંધ છોકરો પણ સોફ્ટવેર એન્જિનિયર બની શકે…ગોંડલનો પ્રજ્ઞાચક્ષુ યુવાન મલ્ટીનેશનલ કંપનીમાં સિનિયર સોફ્ટવેર એન્જિનિયર..

gondalsoftwer
gondalsoftwer

ભાર્ગવનો પરિવાર મૂળ મેંદરડા ગામના છે તેના પિતા ગામની એક સરકારી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા. ભાર્ગવની દ્રષ્ટિ ગઇ પણ તેની હિંમત અકબંધ હતી.ત્યારે અભ્યાસ મેંદરડામાં જ ચાલુ રહ્યો અને 12 મા ધોરણમાં, પ્રગચક્ષુ ભાર્ગવ 99.71 પીઆર સાથે સમગ્ર મેંદરડા કેન્દ્રમાં પ્રથમ આવ્યો હતો. માતાપિતાએ તેમના પુત્રની કારકિર્દી અને ભવિષ્ય વિશે વધુ ચિંતિત હતા

હરસુખભાઇએ ભાર્ગવને કહ્યું, આટર્સ રાખીશું અને આગળ અભ્યાસ કરીએ. ત્યારે ભાર્ગવે કહ્યું, “ના પપ્પા, મને કમ્પ્યુટરનો અભ્યાસ કરવામાં રસ છે. મારે તે લાઈનમાં આગળ વધવું છે.” પિતાને આશ્ચર્ય થયું કે પ્રજ્ઞાચક્ષુ દીકરો કમ્પ્યુટર પર શીખી અને કાર્ય કરી શકે છે! પરંતુ તેણે ફક્ત તેમના પુત્રની ઇચ્છા મુજબ જ ભણાવવાનું હતું, તેથી કમ્પ્યુટર ડિગ્રીનો અભ્યાસક્રમ કરવા કોલેજની શોધખોળ ચાલુ હતી.

જો વ્યક્તિનું મનોબળ મજબૂત હોય તો કોઈ પણ અવરોધો તેની પ્રગતિમાં અવરોધ હોઈ શકે નહીં.ત્યારે ભાર્ગવ 10 વર્ષનો હતો ત્યારે તેની દૃષ્ટિ ઓછી થવા લાગી. તેને આખા ભારતમાં નેત્ર ચિકિત્સકોને બતાવ્યું પણ તેમાં કોઈ પરિવર્તન આવ્યું નથી. અને દિવસે દિવસે દ્રષ્ટિ અસ્પષ્ટ થઈ ગઈ અને ભાર્ગવ જ્યારે દસમાં ધોરણમાં આવ્યો ત્યારે તે સંપૂર્ણ અંધ બની ગયો. આજે ભાર્ગવ બેંગલુરુની એક મલ્ટિનેશનલ કંપનીમાં સિનિયર સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરે છે અને વર્ષે 90,000 રૂપિયા કમાય છે.

ગોંડલની એમબી કોલેજમાં બી.સી.એ.ના અભ્યાસક્રમમાં પ્રવેશ આપીને કોલેજના અધ્યાપકોએ ભાર્ગવને ભણાવવાની તૈયારી દર્શાવી અને તેમણે ત્યાં પ્રવેશ લીધો. નોકરીના કારણે હરસુખભાઇ મેંદરડામાં એકલા રહ્યા હતા અને તેમની પત્ની રીટાબેનને ભાર્ગવ સાથે ગોંડલમાં આવી ગયા હતા. રીટાબહેન રોજ દીકરાને કોલેજમાં મુકવા આવતા હતા. બી.સી.એ. 3 વર્ષ માં ભાર્ગવાએ કમ્પ્યુટર સોફ્ટવેર ડેવલપમેન્ટમાં માસ્ટરી મેળવી અંધ હોવા છતાં, દરેક ભાર્ગવ દ્વારા વિકસિત મોબાઇલ એપ્લિકેશન અને વેબસાઇટથી પ્રભાવિત થયા. ગુજરાતનો પહેલો છોકરો છે.

Read More