ખેડૂતો માટે સારા સમાચાર :કપાસનાં ભાવ 1500ને પાર ,11 વર્ષ બાદ જોરદાર ઉછાળો

kaps
kaps

સૌરાષ્ટ્ર એપીએમસી ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ અતુલભાઇ કામાણીએ જણાવ્યું હતું કે, ખેડુતોને આ પ્રકારના કપાસના ભાવ મળ્યાને 11 વર્ષથી વધુ સમય થયા છે. શંકરસિંહ વાઘેલા જ્યારે કેન્દ્રીય કાપડ પ્રધાન હતા ત્યારે કપાસના ભાવ રૂ .1500 ને પાર કરી ગયા હતા. કપાસના ઓછા ઉત્પાદ તેમજ વૈશ્વિક બજારમાં વધતી માંગને કારણે આ વર્ષે કપાસના ભાવ આસમાને ચડ્યા છે.

હાલમાં સૌરાષ્ટ્રના ખેડુતો માટે સારા સમાચાર છે. રાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડમાં એક મણ કપાસના ભાવ 1570 પર પહોંચી ગયા છે. લાંબા સમય પછી, કપાસના ભાવ ખેડૂતોને વધુ સારા મળી રહ્યા છે.ત્યારે કપાસના ભાવ સારા મળી રહ્યા છે. જેના કારણે, સંભવત છે કે, આવતા વર્ષે, ખેડૂતો ગયા વર્ષે તેમજ આ વર્ષની તુલનામાં કપાસના વાવેતરમાં વધારો કરશે.

છેલ્લા ત્રણ વર્ષથી કપાસના પાકમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે ત્યારે ખેડુતોએ ધીરે ધીરે કપાસની વાવણીમાં ઘટાડો કર્યો છે. ગયા વર્ષે વરસાદના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કપાસનો પાક નિષ્ફળ ગયો હતો.

Read More