ખેડુતો માટે સારા સમાચાર ! મોદી સરકાર 4000 રૂપિયા આપી રહી છે, જાણો તેનો કેવી રીતે લાભ મળશે?

farmer pm 1024x683 1
farmer pm 1024x683 1

ખેડૂતો માટે ખુબ સારા સમાચાર આવી રહ્યા છે. મોદી સરકાર ખેડૂતોના ખાતામાં 4000 રૂપિયા આપશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને ચાર હજાર રૂપિયા મળવાની તક મળી રહી છે. આ માટે 30 જૂન પહેલા નોંધણી કરાવી પડશે. ત્યારે બાદ સરકારે તાજેતરમાં જ 2000 રૂપિયાના આઠમાં હપ્તા ટ્રાન્સફર કર્યા છે.ત્યારે જો તમે પણ આ પૈસા મેળવવા માંગતા હો, તો તરત જ રજીસ્ટ્રેશન કરાવો. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધીમાં 9 કરોડથી વધુ ખેડૂતો નોંધાયા છે.

મોદી સરકારે ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશથી ઘણી યોજનાઓ શરૂ કરી છે. તેમાંથી એક યોજના છે પીએમ કિસાન સન્માન નિધિ.

ઘણા ખેડૂતો છે કે જેમને આ રકમ 2000 રૂપિયા મળ્યા નથી, કારણ કે તેઓએ આ યોજનામાં નોંધણી કરાવી નથી આવી સ્થિતિમાં હવે 30 જૂન સુધી ખેડુતો પોતાની નોંધણી કરાવી શકશે. જો આ મંજૂરી આપવામાં આવે તો જુલાઈમાં એપ્રિલ-જુલાઇનો હપતો મળશે અને ઓગસ્ટની નવી હપતા પણ ખાતામાં આવશે. એટલે કે, તમને બે હપ્તાનો લાભ મળી શકે છે.

કેવી રીતે નોંધણી કરાવી

  • તમારે પહેલા pmkisan.gov.in વેબસાઇટ પર જવું પડશે.
  • ફર્મર્સ કોર્નર વિકલ્પ ક્લિક કરવો પડશે.
  • હવે તમારે ન્યુ ફાર્મર રજિસ્ટ્રેશન વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
  • એક નવું ટેબ ખુલશે જેમાં આધાર નંબર અને કેપ્ચર કોડ દાખલ કરવો પડશે.
  • હવે તમારે તમારી વિગતો અને જમીનની વિગતો આપવી પડશે.
  • બધી માહિતી ભર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરો.

Read More