ખેડૂતો માટે સારા સમાચાર : વરસાદ ખેંચાતા ખેડૂતોને સિંચાઇ-પાણી માટે વધુ બે કલાક વીજળી અપાશે

nitinpatelcm
nitinpatelcm

રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતને પાકનું નિષ્ફળ જવાનો ભય ફેલાયો છે.ત્યારે ખેડુતોના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્રમાં કપાસ, મગફળી, બાજરી અને તલ જેવા પાકની ખેતી કરવામાં આવી છે ત્યારે સોયાબીન સહિત મગફળી, કપાસના પાકનું વાવેતર થયું છે.ત્યારે દક્ષિણ ગુજરાતમાં પરંપરાગત ડાંગર અને બાગાયતી પાકનું વાવેતર કર્યું છે, જ્યારે મધ્ય ગુજરાતમાં પણ ડાંગર અને કપાસનો મિશ્ર પાક છે.ત્યારે રાજ્યમાં વરસાદ પડતાં 10 થી 15 દિવસ પહેલા ખેડુતોએ વાવણી કરી હતી.

રાજ્યમાં વરસાદ ન થતા ખેડુતોના પાકનું વાવેતર ફૈલ જવાનો ભય ફેલાયો છે.ત્યારે ખેડુતોએ જે પાકનું વાવેતર કર્યું છે તેને હાલમાં પાણીની સખત જરૂર છે. જો પાણી નહીં આપવામાં તો પાક બળી જશે. ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના ખેડુતોને વધુ બે કલાક વીજળી આપવાની જાહેરાત કરી છે જેથી સિંચાઇ-પાણી માટે કોઈ તકલીફ ન થાય આવતીકાલથી ખેડૂતોને 8 ની જગ્યાએ 10 કલાક વીજળી મળશે.

વાવણી કર્યા પછી મોટાભાગના વિસ્તારમાં બહુ વરસાદ પડ્યો નથી ત્યારે કૂવામાં જેટલું પાણી ચઢવું જોઈએ તેટલું મળ્યું નથી.ત્યારે આવા સંજોગોમાં જે ખેડુતો પાસે કુવાઓ છે તેઓ તેમના પાકનું સિંચન કરી શકે છે, પરંતુ જેની પાસે નથી તેઓ વરસાદની રાહ જોઇ રહ્યા છે. ત્યારે ખેડૂતો જણાવે છે કે જો એક અઠવાડિયામાં વરસાદ પડે તો તે વધુ સારું છે, નહીં તો પાક નિષ્ફળ જશે.

Read More