ખેડૂતો માટે સારા સમાચાર! ખેડૂતોના ખાતામાં 4000 રૂપિયા આવશે, જાણો એનો તેનો લાભ કેવી રીતે મળશે?

farmer pm 1024x683 1
farmer pm 1024x683 1

પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભ મેળવનારા ખેડૂતો માટે સારા સમાચાર છે. તેઓને ખૂબ જ જલ્દી 2000 રૂપિયાને બદલે, 4000 રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં આવી શકે છે ત્યારે મીડિયાના અહેવાલો પ્રમાણે મોદી સરકાર ટૂંક સમયમાં લાભાર્થી ખેડૂતોને મોટી ભેટ આપી શકે છે.એક અહેવાલ પ્રમાણે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાની રકમ બમણી કરવા પર વિચાર કરી રહી છે. ત્યારે આવું થાય તો ખેડૂતો દર વર્ષે 6000 રૂપિયાને બદલે ત્રણ હપ્તા માં 12000 રૂપિયા મેળવી શકે છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બિહારના કૃષિ મંત્રી અમરેન્દ્ર પ્રતાપ સિંહે તાજેતરમાં દિલ્હીમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને નાણા મંત્રી નિર્મલા સીતારમણ ને મળીને પીએમ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ મળેલી રકમ બમણી કરવા માટે પણ ચર્ચા કરી છે. ત્યારે આ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6,000 રૂપિયા મોકલવામાં આવે છે. ત્યારે આ નાણાં 3 હપ્તામાં ખેડુતોનુસા ખાતામાં હપ્તામાં 2,000 રૂપિયા મોકલવામાં આવે છે. દર 4 મહિને એક હપ્તો આવે છે. ત્યારે પીએમ કિસાન પોર્ટલ પ્રમાણે યોજનાનો પ્રથમ હપ્તો 1 ડિસેમ્બરથી 31 માર્ચ વચ્ચે આવે છે. બીજો હપ્તો 1 એપ્રિલથી 31 જુલાઈ વચ્ચે ખેડૂતોના ખાતામાં પહોંચે છે. ત્રીજો હપ્તો 1 ઓગસ્ટથી 30 નવેમ્બર વચ્ચે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

Read More