ખેડૂતો માટે સારા સમાચાર! 10મા હપ્તામાં 4000 રૂપિયા સાથે મળશે આ બમ્પર લાભ, બસ કરો આ કામ

farmers double the income 730x419
farmers double the income 730x419

કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક વધારવા માટે સતત પ્રયાસ કરી રહી છે.ત્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર દરેક 2000 રૂપિયાના 3 હપ્તા આપે છે ત્યારે એટલે કે ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય આપે છે.ત્યારે હવે આ યોજના હેઠળ 9 હપ્તા એટલે કે 18,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં ગયા છે. હવે ખેડૂતો 10મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે.

Loading...

પીએમ કિસાન યોજના હેઠળ હવે સરકાર ખેડૂતોને અન્ય ઘણા લાભો ઉપલબ્ધ કરાવી રહી છે.ત્યારે વાર્ષિક 3 હપ્તામાં હવે ખેડૂતો પણ માનધન યોજનાનો લાભ લઈ શકશે. ત્યારે ખેડૂતોની આર્થિક મદદ અને વૃદ્ધાવસ્થાને સુરક્ષિત રાખવા માટે સરકારે પેન્શન સુવિધા ‘PM કિસાન મંધાન યોજના’ પણ શરૂ કરી છે.

આ સાથે ખેડૂતોને ક્રેડિટ કાર્ડથી લોનનો લાભ પણ લઈ શકે છે.ત્યારે સરકાર પીએમ કિસાન યોજનાના ડેટાના આધારે ખેડૂતો માટે યુનિક ફાર્મર આઈડી બનાવવાની પણ તૈયારી કરી રહી છે.

કેન્દ્ર સરકારે તેની સૌથી મહત્વકાંક્ષી યોજના PM કિસાન યોજનાનો 9મો હપ્તો બહાર પાડ્યો છે. ત્યારે દેશના કરોડો ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે. ત્યારે તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ ખેડૂતોને માત્ર આર્થિક મદદ જ નથી મળતી પણ સરકાર સસ્તા દરે લોન પણ આપે છે.

PM કિસાન યોજના પ્રમાણે મન ધન યોજનામાં ખેડૂતો માટે પેન્શનની સુવિધા પણ છે. ત્યારે તમે પીએમ કિસાનમાં ખાતા ધારક છો, તો તમારે કોઈ દસ્તાવેજની જરૂર પડશે નહીં. તમારું સીધું રજીસ્ટ્રેશન પીએમ કિસાન માનધન યોજનામાં પણ કરવામાં આવશે.

પીએમ કિસાન માનધન યોજનાની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ યોજનામાં 60 વર્ષની ઉંમર પછી પેન્શનની જોગવાઈ છે. ત્યારે 18 વર્ષથી 40 વર્ષ સુધીનો કોઈપણ ખેડૂત આ યોજનામાં રોકાણ કરી શકે છે.અને આ યોજના પ્રમાણે ખેડૂતને લઘુત્તમ માસિક 3000 રૂપિયા પેન્શન આપવામાં આવે છે.ત્યારે પીએમ કિસાન માનધનમાં ફેમિલી પેન્શનની પણ જોગવાઈ છે. ખાતાધારકના મૃત્યુ પર તેની પત્નીને 50 ટકા પેન્શન મળશે.

Loading...

Read More