સારા સમાચાર! સામાન્ય જનતાને પેટ્રોલ, ડીઝલની મોંઘવારીમાંથી રાહત મળશે, સરકાર લઈ શકે છે આ નિર્ણય

petrol 2
petrol 2

સામાન્ય લોકોને પેટ્રોલ અને ડીઝલની મોંઘવારીમાંથી રાહત મળી શકે છે. ત્યારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ પર પ્રધાનોની પેનલ એક જ રાષ્ટ્રીય દર હેઠળ પેટ્રોલિયમ પેદાશો પર ટેક્સ લગાવવાનો વિચાર કરશે. ત્યારે આ બાબતથી લોકોના જણાવ્યા પ્રમાણે ગ્રાહકોની કિંમતો અને સરકારી આવકમાં સંભવિત મોટા ફેરફાર માટે આ એક મહત્વનું પગલું હોઈ શકે છે.

જીએસટી સિસ્ટમમાં કોઈપણ પ્રકારના ફેરફાર માટે આ પેનલના ત્રણ-ચોથા ભાગની મંજૂરીની જરૂર પડે છે જેમાં તમામ રાજ્યો અને પ્રદેશોના પ્રતિનિધિઓ સામેલ હોય છે આમાંના કેટલાકએ જીએસટીમાં ઇંધણનો સમાવેશ કરવાનો વિરોધ કર્યો છે કારણ કે તેઓ કેન્દ્ર સરકારને આવક આપતું એક મોટું સાધન સોંપશે.

14 સપ્ટેમ્બર, 2021ને મંગળવારે સતત નવમા દિવસે દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. ત્યારે દિલ્હીમાં પેટ્રોલ 101.19 પૈસા પ્રતિ લિટરઅને ડીઝલ 88.62 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે. ત્યારે મુંબઈમાં પેટ્રોલ 107.26 રૂપિયા પ્રતિ લિટર છે. તે જ સમયે, ડીઝલ 96.19 પૈસા પ્રતિ લિટર છે.

નાણાકીય વર્ષના પહેલા ચાર મહિનામાં પેટ્રોલિયમ પેદાશો પર સરકારની એક્સાઇઝ ડ્યુટી કલેક્શનમાં 48 ટકાનો વધારો થયો છે. ત્યારે એપ્રિલથી જુલાઇ 2021 દરમિયાન એક્સાઇઝ ડ્યુટી કલેક્શન રૂ. 1 લાખ કરોડને વટાવી ગયું છે જે ગયા નાણાકીય વર્ષના સમાન ગાળામાં રૂ. 67,895 કરોડ હતું.

ત્યારે તમને જણાવી દઈએ કે આ વર્ષે માર્ચમાં, એસબીઆઈના આર્થિક સંશોધન વિભાગે પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે જો પેટ્રોલિયમ પેદાશોને જીએસટીના દાયરામાં લાવવામાં આવે તો કેન્દ્ર અને રાજ્યોને આવક જીડીપીના માત્ર 0.4 ટકા જેટલી થાય છે. લગભગ 1 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થશે.

Read More