ગુજરાત બોર્ડની પણ ધોરણ 12ની પરીક્ષા રદ,24 કલાકમાં જ સરકારનો યુ-ટર્ન

cm
cm

મંગળવારે પાંચ વાગ્યે ગુજરાત બોર્ડ દ્વારા સીબીએસઈ પરીક્ષાના નિર્ણયની રાહ જોયા વિના ધોરણ 12 ની સામાન્ય પ્રવાહની પરીક્ષાનું સમયપત્રક તાકીદે જાહેર કરાયું હતું . આ સમયપત્રકની ઘોષણાના બે કલાક બાદ કેન્દ્ર સરકારે સીબીએસઈની પરીક્ષા રદ કરી દીધી હતી. ત્યારે દરેકના મગજમાં એક જ સવાલ છે કે હવે ગુજરાત બોર્ડની પરીક્ષાનું શું થશે?

Loading...

ગુજરાત બોર્ડ દ્વારા 12 મીની પરીક્ષા રદ કરવામાં આવી છે. ત્યારે વિદ્યાર્થીઓના હિતમાં સીએમ વિજય રૂપાણીએ મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય કર્યો છે. આ નિર્ણય કોરોનાવાયરસને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે 1 જુલાઇથી ધો 12 ની પરીક્ષાની જાહેરાત કરી હતી. ત્યારે મંગળવારે બોર્ડની પરીક્ષાનું સમયપત્રક પણ જાહેર કરાયું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે સીબીએસઈની શાળાઓમાં અભ્યાસ કરતા 12 મા સાયન્સ, સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ પરીક્ષા નહીં લે. તેથી ગુજરાત સરકારે બુધવારે તાત્કાલિક કેબિનેટની બેઠક બોલાવી હતી કે તેના વિશે શું કરવું. આ વિચારને અંતે રાજ્ય સરકારે પરીક્ષા રદ કરી દીધી છે.

Read More