ડુંગળી પકવતા ખેડૂતો માટે ગુજરાત સરકારે મોટી સહાય જાહેર કરી

oniangondal
oniangondal

છેલ્લા કેટલાક સમયથી ડુંગળી અને બટાટા પકવતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આખરે ગુજરાત સરકારે ડુંગળી પકવતા ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. વિધાનસભા ગૃહમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે પ્રશ્ન દરમિયાન જાહેરાત કરી હતી કે લાલ ડુંગળીનો બજારભાવ પોષાય તેમ ન હોવાથી 70 કરોડની સહાય આપવામાં આવશે. આ સાથે ટ્રાન્સપોર્ટ સબસિડી પણ આપવામાં આવશે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ રાજ્યમાં કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવાનો આદેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ સહિત રાજ્યભરના 103 તાલુકાઓ પ્રભાવિત થયા છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટુ નુકશાન થયું છે. તૈયાર ઉભા પાકમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ છે. જીરું, ઘઉં, રાયડો, કપાસ સૌથી વધુ અસરગ્રસ્ત પાક છે.

Read More