ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ તો કેટલીક જગ્યાએ હીટવેવની આગાહી

છેલ્લા એક અઠવાડિયાથી કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પરિવર્તન સાથે ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. રાજ્યમાં પવનની દિશા વારંવાર બદલાતી રહે છે. જેના કારણે તાપમાનમાં પણ ફેરફાર જોવા મળ્યો છે. ત્યારે રાજ્યમાં વાયવ્ય પવનો ફૂંકાઇ રહ્યા છે. જેના કારણે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હીટવેવની આગાહી કરી છે.ત્યારે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી પણ કરી છે.

વાયવ્યથી પવન ફૂંકાતાં તાપમાનમાં વધારો થશે. જેના કારણે હવામાન વિભાગે પોરબંદર, સાબરકાંઠા અને બનાસકાંઠામાં હીટવેવની આગાહી કરી છે. ફૂંકાતા ગરમ પવન તાપમાનમાં પણ 2 થી 3 ડિગ્રીનો વધારો કરશે. જેથી અમદાવાદ શહેરમાં પીળી ચેતવણી જારી કરવામાં આવી છે. એટલે કે અમદાવાદ શહેરમાં તાપમાન 41 થી 43 ડિગ્રીની આસપાસ રહેશે

રાજસ્થાન પર સાકલોનીક સર્ક્યુલર સક્રિય થતા. તેમજ સૌરાષ્ટ્રમાં વીજળી પડવાના કારણે વાવાઝોડાની પ્રવૃત્તિ તેમજ 40 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે સામાન્ય વરસાદની આગાહી છે. હવામાન વિભાગે 26 થી 29 એપ્રિલ દરમિયાન અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે.

Read More