ગુજરાતમાં આજથી પાંચ દિવસ વરસાદી વાતાવરણ રહેશે, જાણો ક્યાં વિસ્તારમાં માવઠાની આગાહી

varsaad
varsaad

ગુજરાત હવામાન વિભાગે 5 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી સુધી ગુજરાતમાં બિન-મોસમી વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સમગ્ર ગુજરાતમાં માવઠુ પડશે. હવામાન વિભાગે ખેડૂતોને આવા વાતાવરણમાં ખાસ કાળજી રાખવાની સૂચના આપી છે. આ સાથે જ માવઠા વચ્ચે ગુજરાતમાં ફરી શીત લહેર ફરી વળશે.

આગાહી મુજબ, આ તારીખો દરમિયાન ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા અને પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રના કચ્છના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડાની અપેક્ષા છે. માવઠા બાદ વધારાની ઠંડીની પણ આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં બે દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે.

આજથી રાજ્યમાં માવઠાંનું સંકટ તોળાઈ રહ્યું છે. ત્યારે ગુજરાતની હવામાન વિભાગની આગાહી અનુસાર, અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની બનવાને કારણે ગુજરાતમાં આ કમોસમી વરસાદ પાકિસ્તાનના કરાચી થઈને લંબાશે. હવામાન વિભાગે રાજ્યમાં આજથી એટલે કે 5 થી 7 જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરી છે. જેના કારણે ફરી એકવાર ખેડૂતોની ચિંતા વધી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યભરમાં પાંચ દિવસ વરસાદી વાતાવરણ રહેશે.

ગુજરાતમાં ફરી બિન મોસમી વરસાદ થયો છે. માવથુ આજે 5મી જાન્યુઆરીથી 8મી જાન્યુઆરી સુધી ઘટવાની આગાહી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠુ પડવાની શક્યતા છે. તો કચ્છ સહિતના કેટલાક વિસ્તારોમાં માવઠુ પણ પડી શકે છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરમાં પણ માવઠુ પડી શકે છે. હવામાન વિભાગે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. સાથે જ હવામાન વિભાગે ખેડૂતોને સાવચેત રહેવાની સલાહ આપી છે. રાજસ્થાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની અસર ગુજરાતમાં જોવા મળશે. માવઠાની આ આગાહીએ ખેડૂતોમાં ચિંતા વધારી છે.

Read More