ગુજરાત હવે સાંજના 7 સુધી ધમધમશે :આજથી ક્યારે શું ખુલશે અને કેટલા વાગ્યા સુધી ખુલ્લું રહેશે

Vijay Rupani mask 1 1

આજથી 26 જૂન સુધી હોટલ-રેસ્ટોરન્ટ સવારે 9 થી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લા રહેશે, કુલ ક્ષમતાના 50% જેટલા બેસાડી શકાશે ત્યારે રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીમાં 36 શહેરોમાં નાઇટ કર્ફ્યુ રહેશે. આ તમામ પ્રતિબંધો અને છૂટછાટો 26 જૂન સુધી અમલમાં રહેશે.

રાજ્ય સરકારે 9 જૂને 11 જૂનથી શરતોને આધિન મંદિરો અને હોટલ-રેસ્ટરન્ટ, જીમ અને બગીચાઓ ખોલવાની જાહેરાત કરી છે રાજ્યમાં ધંધા-રોજગાર અને ખાણી-પીણીમાં ઘણા મોટા ફેરફારો કર્યા છે. આ બદલાવ સાથે ગુજરાત આજથી 15 દિવસ એટલે કે 26 જૂન સુધી રહેશે.

રાજકીય-ધાર્મિક કાર્યક્રમો અને પ્રસંગમાં વધુમાં વધુ 50 લોકો આવી શકશે. લારીઓ, દુકાનો અને કચેરીઓનો સમય પણ એક કલાક વધારવામાં આવ્યો છે. દુકાનો અને કચેરીઓ હવે સવારે 9 થી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. ત્યારે સરકારે જાહેર કરેલી યાદીમાં કહેવામાં આવ્યું છે કે માસ્ક સહિતના સામાજિક અંતરના નિયમોનું બધે સખ્તપણે પાલન કરવું આવશ્યક છે.

આ સમયગાળા દરમિયાન તમામ દુકાન, વેપારી એકમો, લારીઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટયાર્ડ્સ, વાળ કાપવાના સલુન્સ, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારી પ્રવૃત્તિઓ સવારે 9 થી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. એટલે કે વર્તમાન સમયમર્યાદા 1 કલાક લંબાવી દેવામાં આવી છે.

Read More