ગુજરાતના ધૈર્યરાજને મળ્યુ નવજીવન: અમેરિકાથી આવ્યુ 16 કરોડનું ઈંજેક્શન, જાણો વિગતે

dheryraj4
dheryraj4

મહીસાગર જિલ્લાના યુવાનો પોતાના ખર્ચે ધૈર્યરાજનું બેનર અને દાન પેટી બનાવી અને જિલ્લાના છ તાલુકાઓમાં તેમજ મહાદેવના મંદિર, બસ સ્ટેશન અને આજુબાજુની દુકાનોમાં ધૈર્યરાજ માટે દાન લેવામાં આવી રહ્યું છે. ગુજરાત. ધૈર્યરાજને મહત્તમ મદદ મળશે અને ધૈર્યરાજ જલ્દીથી રોગ મુક્ત થઈ જશે તેવી આશા સાથે યુવાનો ભંડોળ એકત્ર કરી રહ્યા છે.

ગુજરાતના લોકોની પ્રાર્થના અને આશીર્વાદથી આજે ધૈર્યરાજને જરૂરી દવા ZOLGENSMA ના ડોઝ આપવામાં આવ્યો છે. હાલ ધૈર્યરાજ મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં ડોક્ટરની દેખરેખ હેઠળ છે.

ગુજરાતના ધારાસભ્યોએ સરકારને ધૈર્યરાજની સારવાર માટે મદદ કરવા માટે લેખિતમાં રજુઆત કરી હતી તેના પરિણામ રૂપે સરકારે આજે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂપિયા 10 લાખની સહાય મંજુર કરી છે,ત્યારે સમાજના લોકો ધૈર્યરાજની સારવાર માટે દાન આપી રહ્યા છે

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કાનેસર ગામે મધ્યમ વર્ગના રાઠોડ પરિવારના ધૈર્યરાજને એક ગંભીર બીમારી થઇ છે ત્યારે આ એસએમએ -1 (કરોડરજ્જુની સ્નાયુબદ્ધ એટ્રોફી ફેક્ટ શીટ) તરીકે ઓળખાય છે. આને ગુજરાતીમાં કરોડરજ્જુની સ્નાયુબદ્ધ એટ્રોફી ફેક્ટશીટ કહેવામાં આવે છે. ડોકટરોના જણાવ્યા મુજબ, બાળકની સારવાર માટે 1 વર્ષનો સમય છે.

ધૈર્યરાજની સારવાર માટે રાજકોટની સામાજિક સંસ્થાઓ પણ આગળ આવી છે. ત્યારે રાજકોટના ગંગોત્રી ગ્રુપ દ્વારા સેવાની અનોખી પહેલ કરવામાં આવી છે. ગ્રુપના સભ્યો દાન એકત્ર કરવા માટે શેરીઓમાં ઉતરી રહ્યા છે. ત્યારે રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવ અને ભાજપના કોર્પોરેટરો પણ દાન એકત્ર કરી રહ્યા છે. ક્ષત્રિય સમાજના જે.પી. જાડેજા સહિતના નેતાઓ પણ દાન એકત્ર કરી રહ્યા છે. ત્યારે રાજકોટમાં લોકો પોતાની ઓળખ છુપાવી તેમના સોનાના દાગીના દાનમાં આપી રહ્યા છે.

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કનેસર ગામે એક મધ્યમ વર્ગના પરિવારમાં ત્રણ મહિના પહેલા ધૈર્યરાજ નામના બાળકનો જન્મ થયો હતો. ગંભીર જન્મજાત રોગને કારણે તેને 16 કરોડ રૂપિયાનું ઈંજેક્શન આપવાનું છે ત્યારે રાજકોટ જિલ્લાના રાજકીય અને જાણીતા લોકો મદદ માટે આગળ આવ્યા છે. રાજકોટના મેયર Dr.પ્રદીપ ડવ નાણાં એકત્ર કરવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. રાજકોટમાં એક જ દિવસમાં લાખોનું દાન એકત્ર થયું છે.

Read More