અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થતા ગુજરાતમાં આગામી 2 દિવસ અહીં પડી શકે છે વરસાદ,

mavthu
mavthu

ગુજરાતના કેટલાક જિલ્લાઓને અસર થઈ શકે છે. અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય છે, જેના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. સિસ્ટમ પૂર્વ મધ્ય, દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં સક્રિય છે. પરિણામે આગામી બે દિવસ રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેશે. બીજી તરફ હવામાન વિભાગનું તંત્ર મોનીટરીંગ કરી રહ્યું છે. લો પ્રેશર સક્રિય થયા બાદ બે દિવસ સુધી વાતાવરણ શુષ્ક રહેવાની ધારણા છે. તેમજ પવનના કારણે ઠંડીનો અહેસાસ થશે.

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. જેમાં સુરત, વલસાડ, તાપી, ડાંગમાં વરસાદ પડી શકે છે. તેવી જ રીતે ઉત્તર ગુજરાતના અરવલ્લી, મહિસાગરમાં પણ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, રાજકોટમાં સામાન્ય વરસાદ પડશે. હાલમાં વોલમાર્ક લો પ્રેશર સિસ્ટમના કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ 2 દિવસ બાદ વાતાવરણ શુષ્ક રહેશે. બીજી તરફ નલિયામાં 16 ડિગ્રી, અમદાવાદ, ગાંધીનગરમાં 21 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 20મી દિવસ પછી ઠંડીનો અનુભવ થશે.

ગુજરાતમાં ચોમાસા જેવી સિઝન ચાલી રહી છે. ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજુ 2 દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ભાવનગરના મહુવા અને બગદાણા પંથકમાં આજે કમોસમી વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે.

Read More