હાર્દિક પટેલની ભાજપમાં એન્ટ્રી ફાઇનલ…આ તારીખે કેસરિયો ખેસ ધારણ કરશે, બીજેપી હાઇકમાન્ડે આપી લીલીઝંડી!

patidar 1
patidar 1

અખબારના અહેવાલો અનુસાર, હાર્દિક પટેલે નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસ દરમિયાન અથવા ગાંધીનગરમાં સહકારી સંમેલનમાં અમિત શાહની હાજરીમાં કેસરી ખેસ પહેરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે હાઈકમાન્ડે હાર્દિક પટેલની બંને માંગણીઓ સ્વીકારી ન હોવાનું જાણવા મળે છે. ત્યારે હાર્દિક પટેલ 30મીએ કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થશે

કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર યુવા નેતા હાર્દિક પટેલ કોંગ્રેસનો હાથ પકડીને ભારતીય જનતા પાર્ટી (BJP)નું કમળ ખીલવવા મક્કમ છે. ત્યારે હાર્દિક પટેલ 30 મેના રોજ ભારતીય જનતા પાર્ટીમાં ઔપચારિક રીતે જોડાશે. ત્યારે ગુજરાતના અગ્રણી દૈનિક અખબાર ગુજરાત સમાચારમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે ભાજપ હાઈકમાન્ડે હાર્દિકના પ્રવેશને લઈને લીલીઝંડી મળી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલે 18 મેના રોજ કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું.

હાર્દિકની સાથે તેના વિશ્વાસુ અને કાર્યકર્તાઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવી ચર્ચા છે. ત્યારે હાર્દિક પટેલને કમલમ ખાતે પ્રદર્શન કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. ત્યારે 30મીએ કમલમ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિતના નેતાઓ હાજર રહેશે ત્યારે હાર્દિક પટેલ કેસરી ખેસ ધારણ કરે તેવી શકયતા છે.

ભારતીય જનતા પાર્ટી (BJP) હાલમાં હાર્દિક પટેલના પક્ષમાં પ્રવેશને લઈને વિભાજિત છે. રાજદ્રોહ સહિતના કેસમાં નિર્દોષ છુટવા માટે હાર્દિકે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો હોવાનું રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે. હાર્દિકની એન્ટ્રીની અટકળો વચ્ચે ભારતીય જનતા પાર્ટીનો એક પણ વર્ગ ખુશ નથી.

Read More