ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકોની પેટા-ચૂંટણી જાહેર,ભાજપને ફાળે આવશે આટલી !

election
election

ગુજરાત વિધાનસભાની 8 બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત થઈ છે. ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી માટે 3 નવેમ્બરના રોજ મતદાન યોજાશે અને 10 નવેમ્બરે મતગણતરી કરવામાં આવશે.9 ઓક્ટોબરે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 16 ઓક્ટોબર નિર્ધારિત કરવામાં આવી છે. નોમિનેશનની સ્ક્રૂટિની 17 ઓક્ટોબરે થશે. ઉમેદવારી પરત ખેંચવાની મર્યાદા 19 ઓક્ટોબર છે. 3 નવેમ્બરે તમામ 8 બેઠકો પર મતદાન યોજાશે અને 10 નવેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે.

Loading...

રાજ્યમાં વિધાનસભાની જે 8 બેઠકો ખાલી પડી છે તેમાં સૌરાષ્ટ્રની ધારી, મોરબી, ગઢડા અને લીંબડી બેઠકનો સમાવેશ થાય છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં કપરાડા અને ડાંગ જ્યારે મધ્ય ગુજરાતમાં કરજણ બેઠક જ્યારે કચ્છની અબડાસા બેઠકોનો સમાવેશ થાય છે. આ તમામ બેઠકો પર કૉંગ્રેસના ઉમેદવાર વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મેદાને ઉતર્યા હતા અને જીત્યા હતા. જોકે, તેમણે કોઈ પણ કારણસોર કૉંગ્રેસનો પંજો છોડી દીધો હતો. હવે 3 નવેમ્બરે આ બેઠકો માટે પેટાચૂંટણી યોજાશે અને જેનું પરિણામ 10 નવેમ્બરે જાહેર થશે.

અબડાસા, લીંબડી મોરબી, ડાંગ, કપરાડા, ધારી, ગઢડાવ અને કરજણ બેઠકની પેટાચૂંટણીઓ યોજાવાની છે. કપરાડામાંથી જીતુ ચૌધરી, ડાંગમાંથી મંગળ ગાવિત, લીંબડીમાંથી સોમા પટેલ, ગઢડામાંથી પ્રવિણ મારૂ, ધારીમાંથી જે.વી.કાકડીયા, મોરબીમાંથી બ્રિજેશ મેરજા, કપરાડામાંથી અક્ષય પટેલ અને અબડાસામાંથી પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામાં આપ્યાં હતાં. જેને પગલે આ બેઠકો ખાલી પડી છે.

Read More