જસદણ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છિનવાયો

varsad1
varsad1

જસદણ અને આસપાસના વિસ્તારમાં આજે પણ વરસાદ પડ્યો છે ત્યારે આજૅ ભયંકર ગાજવીજ અને પવન સાથે ભયાનક માહોલ જોવા મળ્યો છે. ત્યારે જસદણ, , શિવરાજપુર, અમરાપુર સહીત આસપાસના ગામોમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. તેમજ ખેતરો પણ પાણી પાણી થયા છે.

ખેડૂતો હાલમાં મગફળીનો પાક લઇ રહ્યા છે. ત્યારે ખેડૂતો હાલમાં મગફળીની કાપણી કરી રહ્યા છે. ત્યારે મુશળધાર વરસાદથી ખેડૂતોનો તૈયાર પાક પલળી જતા મગફળીને મોટું નુકસાન થયું છે. ભારે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

Read More