આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

varsaad
varsaad

આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે. ત્યારે દીવ-દમણ, દાદરા નગર હવેલીના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ પડવાની સંભાવના નથી. અમદાવાદમાં પણ હળવા વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.

આજે સવારથી જ રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી હતું. ત્યારે અસહ્ય બફારા વચ્ચે બપોરે વાતાવરણમાં પલટો જોવા મળ્યો. જસદણમાં એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. અહીં એક ઇંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે ગોંડલમાં રસ્તાઓ અને ખેતરોમાં પણ પાણી ભરાયા છે.

આઇએમડીના એક અધિકારીએ જણાવ્યું હતું કે 19 જૂન સુધીમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ વર્ષ્યો છે.ત્યારે દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, ગીર-સોમનાથ, પોરબંદર અને જૂનાગમાં પ્રમાણમાં ઓછો વરસાદ થયો હતો. ત્યારે રાજ્યમાં આગામી સપ્તાહમાં વરસાદની સંભાવનાઓછી છે.ત્યારે કૃષિ વિભાગના જણાવ્યા પ્રમાણે ચાલુ વર્ષે 21 જૂન, 2021 સુધીમાં અંદાજીત 6.894 લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયું છે.

Read More