રાજકોટના વાવરણમાં પલટો : જેતપુર, જામકંડોરણા અને ધોરાજી પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ,

varsads
varsads

જેતપુર અને જામકંડોરાના પંથમાં જોરદાર પવન સાથે ધૂળનું વાવાઝોડુ ફૂંકાયું હતું. બાદમાં વરસાદથી ઠંડક પ્રસરી હતી. ત્યારે વરસાદને પગલે ખેડુતો દ્વારા રાખવામાં આવેલા પશુઓનો ઘાસચારો પણ ભીંજાયો હતો. બપોર બાદ વાદળછાયું વાતાવરણ જોતા ખેડુતો ચિંતિત બન્યા હતા. બાદમાં અચાનક વરસાદ શરૂ થયો.

છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટ જિલ્લા અને સૌરાષ્ટ્રભરનું વાતાવરણ બદલાઇ રહ્યું છે.ત્યારે આજે જેતપુર અને જામકંડોરા પંથમાં આજે બપોરે હવામાનમાં અચાનક પલટો આવતા વાવાઝોડા સાથે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જેથી લોકોને ગરમીથી રાહત મળી હતી. જો કે વરસાદથી ખેડુતોને ભારે હાલાકી પડી હતી. ઉનાળાના તલ, મગ અને ઉદડના પાકને નુકસાન થવાની આશંકા છે.

કોરોના રોગચાળા વચ્ચે ધોરાજીમાં છેલ્લા આઠ દિવસથી ભારે તાપમાન પણ ઉંચુ રહ્યું છે. ત્યારબાદ સાંજે અચાનક વરસાદના ઝાપટાથી વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી હતી. આવા સમયે લોકો રૂતુના અચાનક પરિવર્તનની પણ ચિંતા મુકાયા હતા.

Read More