રાજકોટના ઉપલેટા, જસદણ અને ગોંડલ વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ

gondalvarsad
gondalvarsad

ગોંડલ વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો હતો.ત્યારે સવારથી અસહ્ય ગરમી વચ્ચે લોકો ત્રાસી ગયા હતા. ત્યારે આજે બપોર બાદ ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો હતો.ત્યારે ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

રાજકોટ જિલ્લાના ઉપલેટા, ગોંડલ અને આટકોટ અને જસદણના અન્ય ગામોના રસ્તાઓ ભારે વરસાદને કારણે છલકાઈ ગયા છે. ત્યારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઈ છે. હાલમાં, કપાસ, મગફળી, મગ, અડદ અને મકાઈ સહિતના પાકને વરસાદની સખત જરૂર છે ત્યારે વરસાદથી ખેતરોમાં પણ પાકને ફાયદો થયો છે.

ઉપલેટામાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. ત્યારે અસહ્ય બફર બાદ વરસાદ શહેરના રસ્તાઓ પર વહેવા લાગ્યું. વાતાવરણ પણ ઠંડુ હતું અને ખેડૂતોમાં આનંદ છવાયો હતો. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે ઉપલેટામાં વરસાદ શરૂ થયો છે.

Read More