ગોંડલનાં નિખિલ દોંગાનો હિસાબ રાખનારનું ઘર અને પ્લોટ જપ્ત..

nikhildonga
nikhildonga

ગુનાહિત પ્રવૃત્તિઓનું નેટવર્ક સૌરાષ્ટ્ર ગુજરાતમાં ખુલ્લું પડ્યા બાદ નિખિલ દોંગા અને તેની ગેંગના સભ્યોની ગુજિટોક એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તેને જેલમાં મોકલવામાં આવ્યા હતા.ત્યારે રાજ્યના ગૃહ વિભાગના આદેશ પર પોલીસે નિખિલના પૈસા અને વહીવટી હિસાબો રાખનાર પિયુષ કોટડિયાની સંપત્તિ જપ્ત કરી છે ગુજિટોક કેસમાં મિલકત જપ્ત કરવાનો પ્રથમ કેસ ગોંડલ ખાતે નોંધાયો છે

જેતપુરના મદદનીશ પોલીસ અધિક્ષક સાગર બાગમાર ગોંડલના કુખ્યાત નિખિલ દોંગા અને તેની ગેંગ સામે નોંધાયેલા ગુજસીટોક કેસની તપાસ કરી રહ્યા છે. ત્યારે નિખિલ દોંગાની નાણાકીય અને વહીવટી બાબતો સંભાળતા પિયુષ કોટડિયાને રાજ્યના ગૃહ વિભાગના ગાંધીનગર વિભાગ અધિકારી દ્વારા ગોંડલ નગરપાલિકાની અંદર શાસ્ત્રીનગર મેઇન રોડ પર એક મકાન જપ્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે

પોલીસ અધિક્ષક સાગર બાગમાર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને મકાન જપ્ત કર્યું હતું. ત્યારે સાગર બગમારે જણાવ્યું હતું કે શાપર ખાતે પીયૂષ કોટડિયાનો ખાલી પડેલો પ્લોટ પણ સીલ કરવાની કાર્યવાહી ચાલુ છે લગભગ 65 લાખ રૂપિયાની સંપત્તિ પોલીસે જપ્ત કરી છે. જે મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. ગૃહ વિભાગ દ્વારા વધુ આદેશો જારી કરવામાં આવે તો આગામી દિવસોમાં વધુ ઓર્ડર પણ જપ્ત કરવામાં આવશે.

Read More