જો તમે પેટ્રોલ પંપ ખોલવા માંગો છો ત્યારે તેમાં તેની કેટલી શરતો જાણતા નથી તો આ સમાચાર તમારા માટે છે. મોદી સરકારે પેટ્રોલ પંપ ખોલવાના નિયમોને વધુ સરળ બનાવ્યા છે. ત્યારે હવે પેટ્રોલ પંપ પર લાયસન્સ આપતા પહેલા EV ચાર્જિંગ સ્ટેશન અને CNG આઉટલેટ્સ ઉભા કરવા પડશે.
પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે તેના આદેશમાં કહ્યું છે કે નવી કંપનીઓ દ્વારા પેટ્રોલ પંપ ખોલવા માટેના નિયમો હળવા કરવામાં આવ્યા છે.ત્યારે આ પેટ્રોલ પંપ સાથે સીએનજી, એલએનજી અથવા પેટ્રોલ અને ડીઝલના છૂટક વેચાણ માટે તેમજ ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ પોઈન્ટ ઉભા કરવા માટે જોગવાઈ કરવામાં આવી છે.
અધિકૃત યુનિટને પેટ્રોલ અને ડીઝલ માટે તેના પોતાના રિટેલ આઉટલેટ્સ બનાવવા જરૂરી છે.ત્યારે નવી વૈકલ્પિક ઇંધણ જેમ કે સીએનજી, બાયોફ્યુઅલ, એલએનજી તેમજ ઇલેક્ટ્રિક વ્હિકલ ચાર્જિંગ પોઇન્ટ વગેરેના વેચાણ માટે સુવિધાઓ ઉભી કરવી પડશે.
ત્યારે અત્યાર સુધીના આદેશમાં જણાવવામાં આવ્યું છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, આઇએમસી લિમિટેડ, ઓનસાઇટ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ, આસામ ગેસ કંપની, એમકે એગ્રોટેક, આરબીએમએલ સોલ્યુશન ઇન્ડિયા લિમિટેડ અને માનસ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પેટ્રોલ પંપ લાઇસન્સ આપવામાં આવ્યા છે. RIL પાસે પહેલેથી જ લાયસન્સ છે. આ લાયસન્સ તેની પેટાકંપની રિલાયન્સ બીપી મોબિલિટી (RBML) ને ટ્રાન્સફર કરવામાં આવ્યું છે.
Read More
- આજે માં ખોડિયારની કૃપાથી આ રાશિના લોકોનું ભાગ્ય સૂર્ય કરતા તેજ દોડશે…મળશે ધન લાભ
- જો તમારી CNG કાર ઓછી માઈલેજ આપી રહી હોય તો તરત જ કરો આ કામ, મળશે શાનદાર માઈલેજ!
- જન્મકુંડળીમાં શનિદોષ હોય તો આવા સંકેતો મળે છે, સમયસર ઓળખો; નહીં તો બરબાદ થઈ જશો!
- આજે હનુમાજીના આશીર્વાદથી આ રાશિના જાતકોને મળશે સારા સમાચાર…જાણો આજનું રાશિફળ
- ગુજરાત તરફ આવી રહ્યું મોટું વાવાજોડું, આ તારીખથી વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડશે