દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એસબીઆઇએ જણાવ્યું છે કે 1 જુલાઇથી તે સેવિંક ખાતા માટેના સર્વિસ ચાર્જમાં ફેરફાર કરવા જઈ રહી છે. ત્યારે એટીએમ ઉપાડ ઉપરાંત, ચેક બુક જારી કરવા અને નાણાંકીય કાર્ય પણ શામેલ છે. ત્યારે એસબીઆઈનો નવો ચાર્જ ફક્ત બીએસબીડી ખાતા પર લાગુ થશે.
બેઝિક ખાતા માટે હવે મફત રોકડ વ્યવહાર માટેની મર્યાદા વધારીને 4 કરવામાં આવી છે. ત્યારે આમાં બેંક ઉપાડ અને એટીએમ ઉપાડ બંને શામેલ છે. ત્યારે દરેક ઉપાડ પર 15 રૂપિયા લેવામાં આવશે.અને આ ચાર્જ એટીએમ અને બ્રાન્ચ પર જઈને ઉપાડ બંને પર લાગુ થશે. ત્યારે બીએસબીડી ખાતું ખોલતાં, 10 ચેકબુક ગ્રાહકને બેંક દ્વારા મફત આપવામાં આવશે. આ એક નાણાકીય વર્ષની મર્યાદા છે, ત્યારબાદ ચેકબુક માટે અલગ ફી આપવાની રહેશે. જોકે એનઇએફટી, આઈએમપીએસ, આરટીજીએસ ટ્રાન્ઝેક્શન સંપૂર્ણ મફત છે.
બેઝિક બચત ખાતા પર ચાર્જ લેવામાં આવશે તે અંગે ચોંકાવનારો અહેવાલ મળ્યો હતો. આઈઆઈટી બોમ્બેએ પોતાના અધ્યયનમાં કહ્યું હતું કે દેશની સૌથી મોટી સરકારી બેંકો અને કેટલીક મોટી બેંકો ગરીબોના ખાતામાંથી સેવાઓનાં નામે કેવી રીતે મોટી કમાણી કરે છે. તે રિપોર્ટ પ્રમાણે એસબીઆઈએ છેલ્લા છ વર્ષમાં બીએસબીડી ખાતા ધારકો પાસેથી ચાર્જ તરીકે 308 કરોડ રૂપિયા એકઠા કર્યા છે. એસબીઆઈ પાસે 12 કરોડ બીએસબીડી એકાઉન્ટ ધારકો છે
Read More
- આજે માં ખોડિયારની કૃપાથી આ રાશિના લોકોનું ભાગ્ય સૂર્ય કરતા તેજ દોડશે…મળશે ધન લાભ
- જો તમારી CNG કાર ઓછી માઈલેજ આપી રહી હોય તો તરત જ કરો આ કામ, મળશે શાનદાર માઈલેજ!
- જન્મકુંડળીમાં શનિદોષ હોય તો આવા સંકેતો મળે છે, સમયસર ઓળખો; નહીં તો બરબાદ થઈ જશો!
- આજે હનુમાજીના આશીર્વાદથી આ રાશિના જાતકોને મળશે સારા સમાચાર…જાણો આજનું રાશિફળ
- ગુજરાત તરફ આવી રહ્યું મોટું વાવાજોડું, આ તારીખથી વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડશે