અમદાવાદમાં ભાજપના હારેલા ઉમેદવાર ગીતાબાને વિજેતા જાહેર કરાયા,ભાજપને વધુ એક મળી

bjpamc
bjpamc

અમદાવાદના કુબેરનગર વોર્ડમાં 9 મી રાઉન્ડની મતગણતરી બાકી હોવાનું સામે આવ્યું હતું. ચૂંટણી પંચે આ મામલાની તપાસ કરતા 9 મા રાઉન્ડમાં ભૂલ મળી આવતા મોડી રાત્રે ગીતાબા ચાવડાને વિજેતા જાહેર કરાયા હતા. અને તેમને કાઉન્સિલર તરીકેનું સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યુંહતું. આમ, અમદાવાદની પેટાચૂંટણીમાં ભાજપે વધુ એક બેઠક જીતી લીધી છે. અને કુબેર નગરની એક બેઠક ભાજપને ફાળે આવી છે. આ સાથે ભાજપની કુલ બેઠકોની સંખ્યા વધીને 160 થઈ ગઈ છે.

Loading...

બીજેપીએ વધુ એક બેઠક જીતી લીધી છે. કુબેરનગરની એક બેઠક પર ભાજપના ઉમેદવાર ગીતાબા ચાવડાને વિજેતા જાહેર કરાયા છે. ત્યારે કુબેરનગરમાં, ગીતાબા ચાવડાના મતોની ગણતરીમાં ભૂલને કારણે હાર્યા હતા. પણ પાછળથી ભાજપે રજુઆત કરતા ચૂંટણી કમિશનરે તપાસ કરી હતી. કુબેરનગરમાં 9 મા રાઉન્ડમાં મતની ગણતરી કરવામાં આવી નથી. તો તે મતની ગણતરી બાદ ભાજપના ઉમેદવાર ગીતાબા ચાવડાને વિજેતા જાહેર કરાયા છે. જ્યારે કોંગ્રેસના જગદીશ મોહના હારી ગયા છે.

Read More