ધોરાજીના મોટીમારડમાં ગામે શોર્ટસર્કિટ થતા ખેડૂતનો 16 વીઘા ઘઉંનો તૈયાર ઉભો પાક બળીને રાખ

ghaudhoraji
ghaudhoraji

ધોરાજી તાલુકાના મોટીમારડ ગામના ખેડુતો રૂપેશભાઇ ધીરજભાઇ કાલરીયા અને ગોપાલભાઇ ધનજીભાઇ રાવલીયાના ખેતરોમાંથી પશ્ચિમ ગુજરાત વીજ પુરવઠો લાઈન પસાર થાય છે. ત્યારે તેમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી અને ઘઉંનો 16 વીઘાનો ઉભો પાક બળીને રાખ થઈ ગયો હતો. ખેડૂતો તેમના ઉભા પાક બળી રહ્યા હોવાથી ખેડુતો ચિંતિત છે. બનાવની જાણ થતાં જિલ્લા પંચાયત સદસ્ય વિરલભાઇ પનારા અને આસપાસના ખેડુતો ઘટના સ્થળે આવ્યાહતા અને આગને કાબૂમાં લેવા પગલાં લીધાં હતાં. પરંતુ આગ કાબુમાં નહોતી.

ખેડૂતના 16 હેકટર ઉભા પાકમાં વીજ લાઇનમાં શોર્ટ સર્કિટને કારણે આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે તૈયાર થયેલ ઘઉંનો ખેડૂતનો ઉભો પાક બળીને રાખ થઈ ગયો. ઘટનાને પગલે પીજીવીસીએલ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જો કે, આંખોની સામે, તૈયાર પાક બળીને રાખ થઈ જતા જોઈને ખેડૂતોની દયનિય સ્થિત બની હતી .

ખેડૂત રૂપેશભાઇ કાલરીયાએ જણાવ્યું હતું કે પીજીવીસીએલની વીજ લાઇનમાં શોર્ટ સર્કિટના કારણે અમારા ઉભા રહેલા ઘઉંના પાકને આગ લાગી. આથી આમીન મોટું નુકશાન થયું છે તમામ ઘઉંનો પાક બળી ગયો છે.

ઘટનાની જાણ થતા ધોરાજી પી.જી.વી.સી.એલ. નાયબ ઇજનેર જે.એલ. અમૃતીયાએ જણાવ્યું હતું કે ધોરાજીના મોટી મારડગામે ખેડૂતના ઉભા પાકના વીજ લાઇનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. પીજીવીસીએલની એક ટીમ ઘટના સ્થળે મોકલી દેવામાં આવી છે અને ઘટના સંદર્ભે કાર્યવાહી કરવામાં આવી છે.

Read More