ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. ત્યારે બેલેટ પેપરની ગણતરી પહેલા શરૂ થઈ છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપની કાંટાની ટક્કર રહેશે.ત્યારે મતગણતરી કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે. સાથે વોર્ડ -3 માં મતદાનના અંતે કોંગ્રેસને 4 મત, ભાજપને 2 મત અને આપને 2 મત મળ્યા હતા. અત્યારે પોસ્ટલ બેલેટમાં આમ આદમી પાર્ટી અગ્રેસર હતી. પરિણામના પ્રારંભિક વલણમાં ભાજપ -20, કોંગ્રેસ -2 આગળ છે.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પટેલ-પાટીલની કસોટી ગણાય છે. ત્યારે આ ચૂંટણીનું પરિણામ ભાજપની આગામી રણનીતિ નક્કી કરશે. ત્યાર 3 જી ઓક્ટોબરે 56 ટકા મતદાન થયું હતું. પાંચ કેન્દ્રો પર આજે સવારે 9 વાગ્યાથી મત ગણતરી શરૂ થશે. આ પાંચ કેન્દ્રો પરથી મનપાના 11 વોર્ડની 44 બેઠકોના પરિણામો બપોર સુધીમાં સ્પષ્ટ થઈ જશે. આ માટે ચૂંટણી તંત્ર દ્વારા કર્મચારીઓને તાલીમ પણ આપવામાં આવી છે.
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. તમામ સ્થળોએ સવારે 9 વાગ્યાથી મત ગણતરી શરૂ થઈ ગઈ છે. 2022 ની વિધાનસભા ચૂંટણી પહેલા આ છેલ્લી ચૂંટણી છે. સરકારમાં નેતૃત્વ પરિવર્તન બાદ આ પહેલી ચૂંટણી છે. ભાજપ માટે ગાંધીનગર જીતવું નિર્ણાયક છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પાસે સંસદીય ક્ષેત્ર છે. લાલકૃષ્ણ અડવાણી 21 વર્ષથી આ જ મતવિસ્તારના સાંસદ હતા.
Read More
- તાઉતે બાદ ગુજરાત પર વાવાઝોડાની ‘આફત…ખતરનાક સ્વરૂપ ધારણ કરશે ‘બિપોરજોય’, આગામી 24 કલાકમાં જોવા મળશે અસર!
- આ 3 રાશિઓ માટે બની શકે છે અશુભ ગુરુ ચાંડાલ યોગ, તૂટી શકે છે પરેશાનીઓનો પહાડ!
- આજે માં ખોડિયારની કૃપાથી આ રાશિના લોકોનું ભાગ્ય સૂર્ય કરતા તેજ દોડશે…મળશે ધન લાભ
- જો તમારી CNG કાર ઓછી માઈલેજ આપી રહી હોય તો તરત જ કરો આ કામ, મળશે શાનદાર માઈલેજ!
- જન્મકુંડળીમાં શનિદોષ હોય તો આવા સંકેતો મળે છે, સમયસર ઓળખો; નહીં તો બરબાદ થઈ જશો!