જેતપુરમાં ખેતરમાં ઉભા પાકમાં લાગેલી આગ ઠારવા જતા ધીરૂબાપા ભડથું થઈ જતા મોત

JETPUR KHEDUT
JETPUR KHEDUT

જેતપુર તાલુકાના દેવકી ગાલોર ગામે એક દુ: ખદ અકસ્માત સર્જાયો છે. જેમાં ખેતરમાં આગ ભભૂકી ઉઠતા એક ખેડૂત પોતાનો ઉભો પાક બચાવવા જતા ખેડૂત આગમાં આવી જતા ખેતરમાં જ ભડથુ થઈ ગયા હતા. એક ખેતરમાં આવેલા ઘઉંના પાકમાં આકસ્મિક આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરતા 65 વર્ષિય ખેડૂત આગની લપેટમાં મોતને ભેટ્યો હતા.

મળતી માહિતી પ્રમાણે દેવકી ગાલોર ગામના રહેવાસી ધીરુભાઇ મોહનભાઇ સતાસીયા ઉં.વ .65 નામના વૃદ્ધ ખેડૂતનું તેના ખેતરના ઘઉંના પાકમાં લાગેલી આગમાં મોત નીપજ્યું હતું. ત્યારે ગામના ઉપસરપંચ બ્રિજેશભાઇના જણાવ્યા પ્રમાણે ધીરૂબાપાને બે પુત્રો છે. બંને અમદાવાદમાં રહે છે. જ્યારે ધીરુબાપા અહીં રહે છે અને ખેતરોમાં કામ કરે છે.

આ સળગતા પાકની વચ્ચે ધીરુબાપાનો મૃતદેહ સળગેલી હાલતમાં મળી આવ્યો હતો. જેથી પોલીસને જાણ થતાં જ મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. પોલીસે ગ્રામજનોના નિવેદનના આધારે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે ધીરુબાપા ખેતર ગયા ત્યારે અને ખેતરમાં કેવી રીતે આગ લાગી. આ મામલે મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ ઘટનાની વિગતવાર વાત કરતાં આજે સવારે 9.30 વાગ્યાની આસપાસ ગામના કેટલાક મજૂર ઉપસરપંચ બ્રિજેશભાઇ પાસે આવ્યા હતા અને તેમને જાણ કરી હતી કે ધીરૂબાપાના વાડીમાં આગ લાગી હતી. તેથી તેઓ કેટલાક ગામલોકો સાથે ખેતરમાં ગયા અને જોયું કે લણણી કરેલ ઘઉંની બે દાંડીમાં બે-ત્રણ આગ લાગી હતી અને બાકીનો પાક બળીને રાખ થઈ ગયો હતો.

Read More