જેતપુરમાં મંત્રી જયેશ રાદડિયાએ કૉંગ્રેસ પ્રમુખને ઉધડો લીધો,નિકળ અહીંથી ,ભાજપ-કોંગ્રેસ નહીં કરવાનું સેવાનું કામ છે

jayeshraddiya
jayeshraddiya

કેબિનેટ મંત્રી યુવા નેતા જયેશ રાદડિયા અને જેતપુર શહેર કોંગ્રેસ અધ્યક્ષ વચ્ચે આજે જેતપુર ખાતે ઝઘડો થયો હતો જ્યારે રાજકોટ જિલ્લામાં વિવિધ સ્થળોએ કોવિડ દર્દીઓની સારવાર માટે કોવિડ સેન્ટરો બનાવવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે હિરપરા કોવિડ સેન્ટરમાં પૈસા લેવામાં આવી રહ્યા છે. ત્યારે જયેશ રાદડિયાએ ગુસ્સે ભરાયા અને કહ્યું, “અહીં શું કામ પત્તર ઠોકવા આવો છો, ભાજપ-કોંગ્રેસ નહીં કરવાનું આ સેવાનું કામ છે

ત્યારે કોંગ્રેસના દાવો કરાયા મુજબ હિરપરા કોવિડ સેન્ટરમાંથી પૈસા લઈ રહ્યા હોવાની ફરિયાદ મળ્યા બાદ શહેર પ્રમુખ મુલાકાત પર ગયા હતા. ત્યારે ભાજપના મંત્રી જયેશ રાદડિયાએ ગુસ્સે ભરાયા અને કહ્યું કે કોઈ એક રૂપિયો લેતું નથી તેથી અહીં આવવાની જરૂર નથી. જો કોંગ્રેસમાં હિંમત છે, તો તે 10 બેડનું કોવિડ સેન્ટર શરૂ કરે. હોસ્પિટલ ચાલુ કરે . અહીં આવીને ભાજપ-કોંગ્રેસ કરવાનું બંધ કરો

Read More