રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના નાના ખીઝરિયા ગામમાં એક ખાલી જગ્યામાંથી એક નવજાત બાળકી મળી આવી હતી, જેમાં બાળકીને જન્મ આપનાર તેની માતા સ-ગીર છે.સગીરાને ગર્ભ રાખનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે.પોલીસે બાળકીને જન્મ આપનાર તેની સ-ગીરવયની માતા અને તેના માતા-પિતાની ધરપકડ કરી છે
રાજકોટ રૂરલ પોલીસ વડા બલરામ મીણાના જણાવ્યાપટામાંને પડધરી નાના ખીઝરિયા ગામે મળી આવેલી નવજાત બાળકી અંગે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે બાળકીને જન્મ આપનાર માતા સ-ગીરવયની છે
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે નવજાત બાળકીને જન્મ આપનારી સ-ગીરા ખમટા ગામની એક ખેતમજૂરની યુવતી છે અને તેણે કબૂલાત કરી હતી કે તેના માતા-પિતાએ બાળકીને છોડી દેવાનો નિર્ણય કર્યો હતો જેથી સમાજમાં કોઈ તકલીફ ન પડે.
પડધરી તાલુકાના ખીઝરિયા ગામ નજીક નવજાત શિશુ મળી આવ્યું હતું. પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ કરી હતી અને પુરાવા મળ્યા હતા કે બાળક જ્યાંથી મળી આવ્યું હતું ત્યાંથી 100 મીટરની અંદર જ તેની ડિલિવરી કરાઈ હતી. ત્યારે રસ્તામાં મહિલાના લોહી સાથે પગના નિશાન મળી આવ્યા હતા. યુવતીએ કપડામાં વીંટી છોડી દીધી ત્યારબાદ મહિલા ત્યાંથી પાછા આવી હોવાનું માનવામાં આવ્યું હતું. આ નવજાત શિશુના ડીએનએ નમૂના અને રસ્તામાંથી મળેલા લોહીના નમૂનાને ફોરેન્સિક લેબમાં મોકલાયા હતા. ફોરેન્સિક રિપોર્ટમાં સામે આવ્યું છે કે બાળકીનો જન્મ બપોરે 3 વાગ્યાની આસપાસ રોડ પર થયો હતો.
Read More
- આજે માં ખોડિયારની કૃપાથી આ રાશિના લોકોનું ભાગ્ય સૂર્ય કરતા તેજ દોડશે…મળશે ધન લાભ
- જો તમારી CNG કાર ઓછી માઈલેજ આપી રહી હોય તો તરત જ કરો આ કામ, મળશે શાનદાર માઈલેજ!
- જન્મકુંડળીમાં શનિદોષ હોય તો આવા સંકેતો મળે છે, સમયસર ઓળખો; નહીં તો બરબાદ થઈ જશો!
- આજે હનુમાજીના આશીર્વાદથી આ રાશિના જાતકોને મળશે સારા સમાચાર…જાણો આજનું રાશિફળ
- ગુજરાત તરફ આવી રહ્યું મોટું વાવાજોડું, આ તારીખથી વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડશે